ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવને સ્વચ્છ રાખવા 1.5 લાખ માછલીઓ નખાશે.

ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવને સ્વચ્છ રાખવા 1.5 લાખ માછલીઓ નખાશે.

હમીરસર તળાવ
તળાવ

ભુજ શહેરના હૃદય સમાન અને રાષ્ટ્રીય જળ ધરોહર હમીરસર તળાવમાં જૂનના અંતિમ અઠવાડિયે અને જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન પાણી હિલોળા લેતું થઈ ગયું છે. જોકે, 7 જૂલાઈ પછી ખાસ વરસાદ પડ્યો નથી, જેથી પાણી નીચે ઉતરી રહ્યું છે અને ભૂગર્ભ માર્ગે પૂર્વ દિશાના ઢાળ તરફ વહી રહ્યું છે.

પરંતુ, પાણીના પ્રમાણમાં જોઈએ એટલી માછલીઓ નથી, જેથી પાણીને સ્વચ્છ રાખવા માટે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 1.5 લાખ માછલીઓ નાખવામાં આવશે. એવું જણાવતા કારોબારી ચેરમેન મહીદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, કચ્છ વિકાસ ટ્રસ્ટને આ કામગીરી સોંપવામાં આવી છે.

સામાન્ય રીતે વરસાદી પાણી સાથે માછલીઓ પણ આવતી હોય છે. પરંતુ, આ વખતે પાણીમાં માછલીઓ પૂરતા પ્રમાણમાં આવી નથી, જેથી પાણીનો રંગ બદલી હ્યો છે, જેમાં માછલીને કારણે પાણીની સ્વચ્છતા જળવાતી હોવાના તારણ સાથે ગત વર્ષની જેમ આ વર્ષે પણ 1.5 લાખ જટલી માછલીઓનો વર્ક ઓર્ડર કચ્છ વિકાસ ટ્રસ્ટને આપી દેવાયો છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *