મૂળ મેરાઉ (તા.માંડવી) કચ્છના પૂજ્ય ઉદયરત્નસાગર મ.સા.ની પાવન નિશ્રામાં મુલુંડમાં સોમવારે લબ્ધીકળશ માંડવીના માતૃશ્રી સુશીલાબેન કેશવલાલ મપારા ના નિવાસે વાજતે – ગાજતે આવશે.
ભાવીકોને આખો દિવસ દર્શન વંદન તથા ઉવ્વસગ્ગહરં જાપનો લાભ મળશે.
મુળ મેરાઉ (તા. માંડવી) કચ્છના પૂજ્ય ઉદયરત્નસાગર મહારાજ સાહેબની પાવન નિશ્રામાં મુલુંડ (મુંબઈ)માં તા. ૦૯/૧૦ને સોમવારના સવારના ૮ કલાકે વાજતે ગાજતે શ્રી મુલુંડ સંઘ, પૂજ્ય મહારાજ સાહેબ અને કુટુંબીજનોના સથવારે મૂળ માંડવીના હાલે મુલુંડ (મુંબઈ) નિવાસી માતૃશ્રી સુશીલાબેન કેશવલાલ મપારા (શાહ), વીણાબેન દેવાંગભાઈ મપારા (હસ્તે : ધ્વનિ કાર્તિકભાઈ જોશી)ના નિવાસસ્થાન, 502 – શિવ સદન બિલ્ડીંગ, ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ – મુલુંડ (મુંબઈ)માં વાજતે – ગાજતે પધારશે.
મુલુંડમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલય – ઝવેર રોડથી વાજતે ગાજતે આવનાર ક્ળશને વધાવવા તેમજ પાર્શ્વપ્રભુને જુહારવા માટે નિમંત્રણ આપવામાં આવેલ હોવાનું માંડવીના જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
સંપૂર્ણ દિવસ દરમિયાન દર્શન વંદન તથા ઉવ્વસગ્ગહરં જાપમાં પધારવા તેમજ સોમવારે રાતના 08:30 થી 10:30 દરમિયાન લાભાર્થી દેવાંગભાઈ કેશવલાલ મપારા (શાહ)ના નિવાસસ્થાને પધારવા અનુરોધ કરેલ છે.