
પૂર્વ કચ્છ AAP પ્રમુખ ડૉ. કાયનાત આથાએ ભચાઉ-રાપર ગામડાઓની મુલાકાત લઈ ખેડૂતોની સમસ્યા સાંભળી
AAP પુર્વ કચ્છ આદમી પાર્ટીના પ્રમુખ ડો. કાયનાત અંસારી આથાએ ભચાઉ અને રાપરના ગામડાઓની મુલાકાત લીધી
AAP ગાંધીધામ : આમ આદમી પાર્ટીના પુર્વ કચ્છ પ્રમુખ ડો. કાયનાત અંસારી આથાએ પુર્વ કચ્છના ભચાઉ તાલુકાના લલીયાણા અને જંગી ગામની તથા રાપર તાલુકાના આધોઇ ગામની મુલાકાત લઇ જનસંપર્ક અભિયાન અંતર્ગત સ્થાનીક ખેડૂતો અને ગ્રામ્યજનો સાથે સંવાદ કરી તેમની સમસ્યા સાંભળી હતી અને આગામી ખેડૂત મહાપંચાયતમાં ઉપસ્થિત રહેવા આહવાન કર્યુ હતું.
AAP ડો. કાયનાત અંસારી આથા દ્વારા પુર્વ કચ્છના ગામડાઓમાં જનસંપર્ક અભિયાન અંતર્ગત ખેડૂતો અને ગ્રામ્યજનોની સમસ્યાઓ જાણવાના પ્રયાસ રૂપે ભચાઉ તાલુકાના લલીયાણા અને જંગી ગામની મુલાકાત લીધી હતી તેમજ રાપર તાલુકાના આધોઇ ગામની મુલાકાત લઇ ત્યાંના સ્થાનીક ખેડૂતો અને ગ્રામ્યજનોને પડતી સમસ્યાઓ અંગે સંવાદ કર્યો હતો. તેમણે ઉપસ્થિત ખેડૂતોને આગામી 14 ડીસેમ્બરના રોજ યોજાનાર ખેડૂત મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કર્યુ હતું. આ પ્રસંગે આધોઇ ગામમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની જામનગર સભામાં તેમના પર થયેલા હુમલાનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. આ જનસંપર્ક કાર્યક્રમમાં ડો. કાયનાત અંસારી આથાની સાથે સંજયભાઇ બાપટ, એડવોકેટ સુરેશ મકવાણા, લક્ષ્મણભાઇ ઠાકોર, ડાયાભાઇ આહીર ઉપસ્થિત રહ્યા હતા.