નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું સાતમું બજેટ રજૂ કરશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ
નાણામંત્રી નિર્મલા સીતારમણ

24 જૂનથી 3 જુલાઈ વચ્ચે સંસદના વિશેષ સત્રનું આયોજન 

24 જૂનથી 3 જુલાઈ વચ્ચે સંસદના વિશેષ સત્રનું આયોજન  નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું સાતમું બજેટ રજૂ કરશે

મોદી 3.0ની રચના બાદ હવે સંસદના વિશેષ સત્રનું આયોજન 24 જૂનથી 3 જુલાઈ વચ્ચે કરવામાં આવ્યું છે. જેમાં મોદી સરકારની ત્રીજ ટર્મનું પ્રથમ બજેટ 1 જુલાઈએ કરવામાં આવી શકે છે.નાણામંત્રી નિર્મલા સીતારમણ જુલાઈમાં સાતમું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણ 5 પૂર્ણ અને 1 વચગાળાનું બજેટ રજૂ કરી ચૂક્યા છે. આ સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 6 બજેટ રજૂ કરવાનો ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ મોરારજી દેસાઈનો રેકોર્ડ પણ તોડશે. 

મળતી માહિતી અનુસાર 26 જૂને 18મી લોકસભા માટે લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થશે અને રાષ્ટ્રપતિ 27 જૂને સંસદના સંયુક્ત ગૃહને સંબોધિત કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી એક્શન મોડમાં હોય તેવું લાગે છે. સોમવારે યોજયેલી પ્રથમ કેબિનેટ મીટિંગમાં ખેડૂતો અને સામાન્ય માણસને મોટી ભેટ આપ્યા બાદ હવે તે જલ્દી જ આખા દેશ માટે પિટારો ખોલવા જઈ રહ્યા હોય તેમ લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *