દુખ:દ સમાચાર, 1150 યાત્રીઓના મોત
સાઉદી અરેબિયામાં હજ યાત્રા દરમિયાન હીટ સ્ટ્રોકના કારણે અત્યાર સુધીમાં 1150 યાત્રીઓના મોત થયા છે. જેમાં ઇજિપ્તના 658, ઇન્ડોનેશિયાના 199, ભારતના 98, જોર્ડનના 75, ટ્યુનિશિયાના 49, પાકિસ્તાનના 35 અને ઈરાનના 11 હજ યાત્રીઓ સામેલ છે. સાઉદી અરેબિયાએ હજુ સુધી મૃત્યુઆંક જાહેર કર્યો નથી. અહેવાલો છે કે ટૂર ઓપરેટરોએ હજ યાત્રીઓ સાથે છેતરપિંડી કરી હતી. સાઉદીમાં મુસાફરો માટે રહેવા-ભોજનની કોઈ વ્યવસ્થા થઈ નથી.