તેલંગાણામાં ખેડૂતોની લોન માફ
ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે. તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે.