તમારા UPIથી બીજો વ્યક્તિ કરી શકશે રૂપિયા ટ્રાન્સફર, RBIનું મોટું એલાન, જાણો પ્લાન

UPI
UPI

UPI થી અન્ય વ્યક્તિ પણ કરી શકશે પૈસા ટ્રાન્સફર, જાણો આરબીઆઇનો આ ચોંકાવનારો નિયમ.

યુપીઆઇ UPI ટ્રાજીંક્શનને લઇ આરબીઆઇ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આરબીઆઇએ યુપીઆઇ ટ્રાંજેક્શનની લીમીટ વધારી છે. જેને લઇ યુઝર્સને નવા ફિચર ડેલીગેટેટ પેમેન્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિને તેના બેંક અકાઉન્ટથી યુપીઆઇના આધારે પેમેન્ટ કરવા ઓર્થોરાઇઝ કરી શકશે. જેમાં અન્ય વ્યક્તિને યુપીઆઇથી જોડેલ અલગ બેંક અકાઉન્ટ રાખવાની જરૂર પડશે નહી. જોકે આ પ્રક્રિયામાં પ્રાઇમરી યુઝરની મંજૂરી જરૂરી છે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસએ જણાવ્યુ છે કે દેશભરમાં ડિજીટલ પેમેન્ટની પહોંચ અને ઉપયોગમાં વધારો થવાની ઉમ્મીદ છે. જેને લઇ આ બાબતે વધારે માહિતી જાહેર કરવામાં આવશે.

આ સાથે જ રિઝર્વ બેંકે UPI દ્વારા કર ચૂકવણીની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી. હાલમાં, UPI માટે કર ચૂકવણીની મર્યાદા 1 લાખ રૂપિયા છે. તે વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. મંગળવારથી શરૂ થયેલી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતા RBI ગવર્નરે કહ્યું કે UPI તેની સરળ સુવિધાઓને કારણે ચૂકવણીની સૌથી પસંદગીની પદ્ધતિ બની ગઈ છે.

શું કહ્યુ શક્તિકાંત દાસે

પ્રત્યક્ષ અને પરોક્ષ કર ચૂકવણી સામાન્ય, નિયમિત અને ઉચ્ચ મૂલ્યની હોવાથી UPI દ્વારા કર ચૂકવણીની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે જરૂરી સૂચનાઓ અલગથી જારી કરવામાં આવશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ)નો યુઝર બેઝ 42.4 કરોડ સુધી પહોંચી ગયો છે. જો કે યુઝર બેઝના વધુ વિસ્તરણની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *