ગુજરાતમાં કોરોના ના 140 કેસ

ગુજરાતમાં કોરોના ના 140 કેસ

ગુજરાતમાં ધીરે ધીરે કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય અગાઉ સાવ શાંત પડેલા કોરોના કેસોમાં એકાએક ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત પાંચમાં દિવસે 100 કરતા વધુ કેસ સામે આવ્યા છે. આજે કોરોનાના 140 કેસ નોંધાતા તંત્ર એક્ટિવ મોડમાં આવી ગયું છે.

ગુજરાતમાં કોરોના ના 140 કેસ

અમદાવાદમાં 81, વડોદરામાં 21, સુરતમાં 13 કેસ, ગાંધીનગરમાં 6 કેસ, મહેસાણામાં 4 કેસ, કચ્છમાં 3 કેસ, રાજકોટ અને સાંબરકાંઠામાં 3-3 કેસ,ભાવનગર અને ગીર સોમનાથમાં 2-2 કેસ, ગાંધીનગર, ખેડા અને પાટણમાં 1-1 કેસ કોરોના પોઝિટિવ આવ્યો છે.

દેશમાં કોરોનાની શું સ્થિતિ

કોરોના સંક્રમણમાં ફરી એકવાર મોટો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 8582 નવા દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે આ દરમિયાન 4 દર્દીઓના મોત થયા છે. આ સતત બીજો દિવસ છે જ્યારે એક દિવસમાં 8 હજારથી વધુ કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા 44,553 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા એક દિવસમાં 4,435 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. બીજી તરફ, મુંબઈના આંકડા ડરાવી દે તેવા છે. અહીં એક્ટિવ દર્દીઓની સંખ્યા 10 હજારને વટાવી ગઈ છે. શનિવારે, દિલ્હીમાં કોવિડ -19 ના 795 નવા કેસ નોંધાયા અને ચેપ દર વધીને 4.11 ટકા થયો. વિભાગના સત્તાવાર ડેટા અનુસાર, અગાઉ 13 મેના રોજ, દિલ્હીમાં 899 નવા કેસ નોંધાયા હતા અને ચાર લોકોના મોત થયા હતા, જ્યારે પોઝિટિવિટી રેટ 3.34 ટકા હતો.ગુરુવાર અને શુક્રવાર બંને દિવસે રાજધાનીમાં દૈનિક કેસ 600 થી વધુ હતા અને પોઝિટિવીટી રેટ ત્રણ ટકાથી વધુ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *