કોગ્રેસના ઉમેદવાર શ્રી અમિત ચાવડાનો પેટલાદ તાલુકાના ગામોમાં ચૂંટણી પ્રચાર

કોગ્રેસના ઉમેદવાર શ્રી અમિત ચાવડાનો પેટલાદ તાલુકાના ગામોમાં ચૂંટણી પ્રચાર

આણંદ લોકસભાના લોકલાડીલા,કર્મનિષ્ઠ,પ્રામાણિક, નિષ્ઠાવાન યુવા ઉમેદવાર શ્રી અમિતભાઇ ચાવડા પરિવર્તનના સંકલ્પ સાથે પેટલાદ વિધાનસભાનાં જેસરવા, સિલવાઈ, આમોદ, નાર, સાસેજ (રાજુપુરા), રામોદડી, માનપુરા, માણોજ, ધૈર્યપુરા, ભૂરાકુઈ, દતેલી, કણીયા, વડદલા, ખડાણા, વિગેરે ગામોમાં પ્રચાર કાર્ય શરૂ કરવામાં આવ્યું. પેટલાદ તાલુકાના ગામે ગામ લોકોએ સ્વયંભૂ ઉમટીને ઢોલ, નગારા,દારૂખાનું ફોડી ઉમળકાભેર નાની બાળાઓ ધ્વારા સ્વાગત કરવામાં આ સમયે જેસરવા ગામમાં આજે શ્રી અમિતભાઈ ચાવડાનો જન્મ દિવસ હોવાથી ગામ લોકોએ પ્રથમ કેક કપાવી ઉજવણી કરાવી હતી અને પ્રચાર દરમિયાન તમામ ગામમાં સૌ ગ્રામજનો અમિત ચાવડાના સમર્થન મા સ્વયંભુ ઉમટી પડયા અને જંગી મતો થી વિજયી બનાવવીએ તેવા સંકલ્પ લીધા

આ પ્રસંગે પેટલાદ તાલુકાના ગામે ગામ જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત શ્રી પ્રકાશભાઈ પરમાર, નાર ગામના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી કૌશિકભાઈ પટેલ, પેટલાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રીસુરેશભાઈ પરમાર, શ્રીવિજયભાઈ પરમાર વિશેષ ઉપસ્થિતીમાં અભૂતપૂર્વ જનપ્રતિસાદ સાથે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને અભૂતપૂર્વ જન પ્રતિસાદ મળ્યો આ સાથે નવયુવાનો , આગેવાનો વડીલો, બહેનો ખુબ મોટી સંખ્યામાં સાથે જોડાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *