પૂર્વ ગૃહમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ દલિત નેતા બૂટા સિંહ(86)નું શનિવારે લાંબી બિમારી પછી નિધન થયું છે. નેહરુ-ગાંધી પરિવારના વિશ્વાસું રહી ચૂકેલા બૂટાએ ગૃહ, કૃષિ, રેલવે, સ્પોર્ટ્સમંત્રી અને અન્ય કાર્યભાર ઉપરાંત બિહારના રાજ્યપાલ અને રાષ્ટ્રીય અનૂસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે મહત્વપૂર્ણ વિભાગોનો કાર્યભાર સંભાળ્યો. તેમના નિધન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો છે.