
અમરેલી લેટરકાંડ મુદ્દે મોટા સમાચાર, દિલીપ સંઘાણીએ CM ભૂપેંદ્ર પટેલને પત્ર લખ્યો, જાણો શું કરી માંગ
અમરેલી લેટરકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
અમરેલી લેટરકાંડ મુદ્દે સૌથી મોટા
સમાચાર સામે આવી રહ્યા છે. ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં અમરેલી લેટરકાંડની તપાસ નિવૃત જજની અધ્યક્ષતામાં કરાવવા આવે તેવી આ પત્રમાં માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત પત્રમાં તેમણે કહ્યું છે કે, સત્યતા બહાર લાવવા માટે હું પોતે નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું તેમજ આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ…
દિલીપ સંઘાણીએ કહ્યું કે, ‘મારું અને ભાજપના અન્ય નેતાઓનું નામ લેવા આરોપીઓને દબાણ કરાયું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અથવા રાજકીય આગેવાનો દ્વારા આ પ્રવૃત્તિ કરાયાની આશંકા છે. સમગ્ર બાબતે હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું…
દિલીપ સંઘાણીએ CMને લખી કરી માંગ
સંઘાણી પત્રમાં કહ્યું છે કે, ‘આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા મારે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું, તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ. જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે…
આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, ‘સરકાર પોલીસની ગેરકાયદેસર રાત્રે મહિલાની ધરપકડ છાવરે છે, તે હકીકત ખોટી છે. સરકાર સત્ય બહાર લાવવા તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી કરાવી રહે છે, તે હકીકતની લોકો ને પ્રતીતિ કરાવવી જરૂરી છે. જે ગંભીરતાને જોતા આ કેસની તપાસ હાઈકોર્ટના સીટિંગ અથવા નિવૃત જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે..
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો