અમરેલી ખાતે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષમાં વર્તમાન વિકાસ સ્થિતિ અને વિકસિત પંચાયતના રોડમેપ સંદર્ભે વર્કશોપ યોજાયો

અમરેલી ખાતે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષમાં વર્તમાન વિકાસ સ્થિતિ અને વિકસિત પંચાયતના રોડમેપ સંદર્ભે વર્કશોપ યોજાયો

અમરેલી
અમરેલી
  • અમરેલી ખાતે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષમાં વર્તમાન વિકાસ સ્થિતિ અને વિકસિત પંચાયતના રોડમેપ સંદર્ભે વર્કશોપ યોજાયો
  • જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાએ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં જુદી જુદી ૯ થીમ અન્વયેની કામગીરીને લઈને અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરું પાડ્યું
  • નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પણ ચાવડા દ્વારા પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષમાં મહત્વની ૯ થીમ અન્વયે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું

અમરેલી, તા.૨૨ જુલાઈ, ૨૦૨૫ (મંગળવાર) દરેક ગ્રામ પંચાયત વિકાસશીલ ગ્રામ પંચાયત થી વિકસિત ગ્રામ પંચાયત બનવા તરફ પ્રગતિ કરે તે માટે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષમાં વિવિધ થીમ અન્વયે વિકાસકામોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ ઇન્ડેક્ષ મલ્ટી ડોમેન અને મલ્ટી સેક્ટરલ ઇન્ડેક્ષ છે, જેનો ઉપયોગ પંયાયતોના એકંદર સર્વગ્રાહી વિકાસ, કામગીરી અને પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ઉપરાંત આ ઇન્ડેક્ષ પંચાયતના અધિકારક્ષેત્રમાં સ્થાનિક સમુદાયોની સુખાકારી અને વિકાસની સ્થિતિને માપવા માટે વિવિધ સામાજિક-આર્થિક સૂચકાંકો અને પરિમાણોને ધ્યાને લે છે. 

અમરેલી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને આજરોજ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષમાં પંચાયતની વર્તમાન વિકાસ સ્થિતિ, વિકસિત પંચાયત માટે આગામી સમયના રોડમેપ સંદર્ભે વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જિલ્લા પંચાયત હેઠળની વિવિધ શાખાના અધિકારીશ્રીઓને માહિતી-માર્ગદર્શન પુરૂં પાડ્યું હતુ. 

પંચાયત એડ્વાન્સમેન્ટ ઇન્ડેક્ષ પોર્ટલમાં જુદી જુદી નવ થીમ નક્કી કરવામાં આવી છે. જેમાં ગરીબી મુક્ત અને ઉન્નત આજીવિકા પંચાયત, સ્વસ્થ પંચાયત, બાળ મૈત્રીપૂર્ણ પંચાયત, પૂરતું પાણી ધરાવતી પંચાયત, સ્વચ્છ અને હરિયાળી પંચાયત, આત્મનિર્ભર માળખાગત સુવિધાઓ ધરાવતી પંચાયત, સામાજિક રીતે ન્યાયી અને સુખી પંચાયત, સુશાસન સાથે પંચાયત, મહિલા મૈત્રીપૂર્ણ પંચાયત સમાવિષ્ટ છે. આ તમામ થીમ અન્વયે દરેક પંચાયતોને જુદા જુદા સૂચકઆંકો હેઠળ વિકાસલક્ષી કામોને લઈને રેન્કિંગ આપવામાં આવે છે. પી.એ.આઈ માટેના વિષયવાર સુચકાંકો અન્વયે સ્કોરના આધારે દરેક ગ્રામ પંચાયતનું બિગીનર, એસ્પિરન્ટ, પરફોર્મર, ફ્રન્ટ રનર અને અચીવર કેટેગરીમાં વર્ગીકરણ કરવામાં આવે છે. 

ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાંથી મોટાભાગની ગ્રામ પંચાયતો એસ્પિરેન્ટ અને પરફોર્મર કેટેગરીમાં છે. વર્કશોપમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પણ ચાવડા દ્વારા પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષમાં મહત્વની ૯ થીમ અન્વયે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતુ. વર્કશોપમાં પંચાયતની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના રોડમેપને લઈને આયોજનબદ્ધ રીતે કરવાની થતી કામગીરી માટે મહત્વની બાબતો વિષયક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. 

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, પ્રાથમિક શિક્ષણ નાયબ શિક્ષણાધિકારીશ્રી, સ્વચ્છ ભારત મિશન જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રીએ ક્રમશ આરોગ્ય, શિક્ષણ અને સ્વચ્છતા વિષય બાબતે વિવિધ કામગીરીને લઈને માહિતી-માર્ગદર્શન આપ્યું હતુ. 

અમરેલી જિલ્લા પંચાયત ખાતે આયોજિત પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષ વર્કશોપમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી ભીખાભાઈ, આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી અશ્વિનભાઈ કુંજરીયા,  જિલ્લા પંચાયત સભ્ય સર્વ શ્રી પ્રતાપભાઈ કોઠીવાળ, શ્રી જીતુભાઈ ડેર, શ્રી પ્રવીણભાઈ માંગરોળિયા, સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી અતુલ સિંઘ, જિલ્લા પંચાયત વિવિધ શાખાના અધિકારીશ્રીઓ સહિતના પદાધિકારીશ્રી-અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *