અમદાવાદ જોધપુર, બોડકદેવમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રિવરફ્રન્ટ પર 1 કિમી ટ્રાફિકજામ, 3 કાર અથડાતા બે કારચાલક વચ્ચે મારામારી
અમદાવાદ સહિત ગુજરાતનાં ચાર મહાનગરોમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં સવારથી કાળાં ડિબાંગ વાદળોથી અંધારપટ છવાયો છે. વહેલી સવારથી મેઘરાજા આખા શહેર પર મહેરબાન થયા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડ્યો હતો. જોધપુર અને બોડકદેવમાં દોઢ ઈંચ ખાબક્યો વરસાદ ખાબક્યો છે. સરસપુર અને ચાંદલોડિયામાં ટ્રાફિકજામ થતા 4 એમ્બ્યુલન્સ ફસાઈ હતી. આથી નોકરી-ધંધે જતા લોકો અને સ્કૂલ-કોલેજ જતા વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા. વાસણા બેરેજ ડેમના ગેટ નંબર 24 અને 25 ખોલવામાં આવ્યા છે. હાલ લેવલ 131.50 ફૂટ છે. 129 કરવા માટે સૂચના આપવામાં આવી છે.