
અમદાવાદ માણેકચોક અને રતનપોળમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માંગ
અમદાવાદમાં રોજ બરોજ ટ્રાફિકની સમસ્યા વધતી જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના મુખ્ય બજાર એવા રતનપોળ અને માણેકચોકમાં ગેરકાયદેસર લારીઓના દબાણોના કારણે ઉપર થતા ટ્રાફિકને લઈને 108 એમ્બ્યુલન્સને પણ નીકળવામાં તકલીફ પડે છે. આ સમસ્યાના નિવારણ માટે AMC તેમજ શહેર ટ્રાફિક પોલીસ ચોકસી મહાજન સાથે સંકલન કરી કાયમી ઉકેલ લાવે તેવી માગ કરવામાં આવી છે.