અમદાવાદ એરપોર્ટ પર કરોડોનું ડ્રગ્સ પકડાયું
અમદાવાદ એરપોર્ટ પરથી NCBએ હેરોઇન ડ્રગ્સ સાથે એક વિદેશી મહિલાની ધરપકડ કરી છે. NCBએ 2.21 કિલો ડ્રગ્સ સાથે ફિલિપાઈન્સની એક મહિલાને પકડી છે. આ ડ્રગ્સની કિંમત કરોડોમાં આંકવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે મહિલાની ઉંમર 41 વર્ષની છે અને નામ નાલીન પડીવાન લિમોનની છે. ગઇકાલે રાત્રે મહિલા હેરોઈનનો જથ્થો લઈને એરપોર્ટની બહાર આવી રહી હતી. ત્યારે NCBએ બાતમીના આધારે તેને પકડી હતી