અમદાવાદમાં રોંગ સાઈડ વાહન ચલાવશો તો થશે જેલ
અમદાવાદ માં વધી રહેલા ટ્રાફિકને કારણે અનેક વખત અકસ્માતના બનાવો બની રહ્યાં છે. જેથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા કાલથી રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું છે. આવતીકાલથી 10 દિવસ રોંગ સાઈડ વાહન ચલાવતા વાહનચાલકો પર પોલીસ કેસ કરવામાં આવશે. જેમાં રોંગ સાઈડ વાહન હંકારતા લોકોને જેલમાં જવું પડશે. અને પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે.