અમદાવાદઃ શહેરમાં આ 5 અંડરબ્રિજ બંધ, શેલા રોડ પાણીમાં ગરકાવ
અમદાવાદમાં ભારે વરસાદના પગલે કુલ 5 અંડરબ્રિજ બંધ કરાયા છે. જેમાં અખબાર નગર, મકરબા, મીઠાખળી, ત્રાગડ અને ગોતા સિલ્વર સ્ટાર અંડરબ્રિજનો સમાવેશ થાય છે. તો સીજી અને શેલા રોડ પાણીમાં ગરકાવ થયો છે. એલિસબ્રીજ પોલીસ લાઇન બહાર પણ પાણી, વાહનો પણ પાણીમાં માંડ પસાર થઈ રહ્યા છે. સિલ્વર ઓક કોલેજ, સરસપુર, કુબેરનગર બજારમાં પણ સારો વરસાદ વરસ્યો છે. તો લૉ ગાર્ડન પાસે યુવાઓ વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા.