લ્યુસિલ રેન્ડનનો જન્મ 11 ફેબ્રુઆરી 1904ના રોજ દક્ષિણી ફ્રાન્સમાં થયો હતો અને હવે વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિનું નિધન થયું છે.
વિશ્વની સૌથી વૃદ્ધ અને ફ્રેન્ચ નન લ્યુસિલ રેન્ડનનું અવસાન થયું છે. જણાવી દઈએ કે એમને 118 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. લ્યુસિલ રેન્ડનનો જન્મ 11 ફેબ્રુઆરી 1904ના રોજ દક્ષિણી ફ્રાન્સમાં થયો હતો અને હવે વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિનું નિધન થયું છે. રિપોર્ટ અનુસાર નર્સિંગ હોમમાં નિંદર કરતી વખતે રેન્ડનનું કુદરતી રીતે મૃત્યુ થયું હતું.
અવસાન એમની માટે મુક્તિ સમાન
આ વાત પર પ્રવક્તા ડેવિડે જણાવ્યું હતું કે એમના અવસાનથી તે ખૂબ જ દુઃખદ છે પણ તે તેના ભાઈ સાથે જોડાવા માંગતી હતી એટલા માટે આ અવસાન એમની માટે મુક્તિ સમાન છે. એમને આગળ કહ્યું કે રેન્ડનના ભાઈનું પહેલા અવસાન થયું હતું. અલ્સેસમાં રહેતા ત્રણ ભાઈઓમાં રેન્ડન એકમાત્ર છોકરી હતી અને પ્રોટેસ્ટન્ટ પરિવારમાં એ બધાનો ઉછેર થયો હતો. જણાવી દઈએ કે 2021માં આવેલ કોરોના સમયે પણ તેઓ કોવિડ -19 ની પકડમાંથી બચી ગઈ હતી. જો કે એ સમયે રેન્ડનના નર્સિંગ હોમમાં 81 લોકો સંક્રમિત થયા હતા. મળતી માહિતી અનુસાર તેઓ હાલ અંધ હતી અને વ્હીલચેર પર નિર્ભર હતી, તેમ છતાં અન્ય લોકોનું ધ્યાન રાખતી હતી.
119 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
જણાવી દઈએ કે આ પહેલા એપ્રિલ 2022માં જાપાનના વિશ્વના સૌથી વૃદ્ધ મહિલા કેન તનાકાનું નિધન થયું હતું અને કેને 119 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. રિપોર્ટ અનુસાર કેનનો જન્મ 2 જાન્યુઆરી 1903ના રોજ જાપાનના દક્ષિણ-પશ્ચિમ ફુકુઓકામાં થયો હતો. કેન તનાકા જ્યારે 116 વર્ષના હતા ત્યારે એમનું નામ 2019માં ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં લખવામાં આવ્યું હતું. કેને 1922માં હિડિયો તનાકા સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન પછી તેણે ચાર બાળકોને જન્મ આપ્યો હતો અને એ સાથે જ પાંચમું બાળક દત્તક લીધું હતું.
આ મહિલા જીવી હતી 122 વર્ષ
કેન તેની યુવાનીમાં રાઇસ કેકની દુકાન સહિત અનેક કામ કર્યા હતા. જણાવી દઈએ કે તનાકાએ 2021માં ટોક્યો ઓલિમ્પિક્સ માટે ટોર્ચ રિલેમાં ભાગ લેવા માટે વ્હીલચેરનો ઉપયોગ કરવાની યોજના બનાવી હતી પણ કોરોનાએ તેની યોજના પૂર્ણ થવા દીધી ન હતી. એક રિપોર્ટ અનુસાર જાપાનમાં વિશ્વની સૌથી વૃદ્ધ વસ્તી છે, જેમાં લગભગ 28 ટકા લોકો 65 કે તેથી વધુ ઉંમરના છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે ગિનીસ બુકમાં સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ ફ્રેન્ચ મહિલા જીએન લુઇસ કેલમેન્ટ હતી જેનું 1997માં 122 વર્ષ અને 164 દિવસની ઉંમરે અવસાન થયું હતું.