હૈદરાબાદના બાગ અંબેરપેટ વિસ્તારમાં હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં રખડતા કૂતરાઓએ રસ્તા પર જતા 4 વર્ષના માસૂમ બાળકને દબોચી લીધુ. 6 કૂતરાના ટોળાએ બાળકને ફાડી ખાધુ જેના કારણે તેનું મોત થઈ ગયું. બાદમાં કૂતરાઓ તેને ઢસડ્યો અને તેને પાસે ઉભેલી કારની નીચે લઈ ગયા.
રવિવારે બનેલી આ સંપૂર્ણ ઘટના ત્યાં લગાવેલા CCTVમાં કેદ થઈ ગઈ. જે માસૂમ બાળકને કૂતરાઓએ પોતાનો શિકાર બનાવ્યો છે તેનું નામ પ્રદીપ હતું. તે એરૂકુલામાં રહેતા ગંગાધરનો દિકરો છે.
દિકરાને સાથે લઈ આવ્યો હતો સિક્યોરિટી ગાર્ડ ગંગાધર
ગંગાધર 4 વર્ષ પહેલા પોતાની પત્ની અને બે બાળકોની સાથે કામ માટે હૈદરાબાદ આવ્યો હતો. તે અંબેરપેટમાં કાર સર્વિસ સેન્ટરમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. રવિવારે ગંગાધર પ્રદીપને પણ સાથે કામ પર લઈને ગયો હતો. દિકરાને પોતાના કેબિનમાં મુકીને ગંગાધર કામ માટે બહાર જતો રહ્યો હતો.
થોડા સમય બાદ પ્રદીપ કેબિનથી બહાર આવ્યો અને પાર્કિંગમાં પહોંચી ગયો. જ્યારે તે કેમ્પસમાં એકલો હતો ત્યારે 3 કૂતરાઓએ તેના પર હુમલો કરી દીધો.
વીડિયોમાં જોવા મળી કૂતરાઓની હૈવાનિયત
માસૂમ પ્રદિપના નીચે પડવા બાદમાં 3 બીજા કૂતરા પણ આગળ આવ્યા. આ કૂતરાઓએ પ્રદીપને બચકા ભરવાનું શરૂ કરી દીધુ. જેના કારણે જમીન પર તે પડી ગયો. કૂતરાઓના હુમલાથી ગભરાઈને માસૂમ રડવા લાગ્યો.
પરંતુ તેની મદદ માટે કોઈ ન પહોંચ્યું. કૂતરાઓએ તેમના બળા અને પગ પકડીને ખેચવાનું શરૂ કરી દીધુ. આ હુમલાના કારણે માસુમ બેભાન થઈ ગયો અને કૂતરાને ઘસેડીને કારની નીચે લઈ ગયો.