31st પહેલાં ગુજરાતીઓને લાભ

અમદાવાદથી ગોવાના મોપા એરપોર્ટની ડોમેસ્ટિક અને બેંગકોક માટે રોજ એક ઈન્ટરનેશનલ ફ્લાઈટ

અમદાવાદ એરપોર્ટ પરથી જનાર મુસાફરો માટે હવે નવી ત્રણ ફ્લાઈટ શરૂ થઈ છે. ડોમેસ્ટિકમાં અમદાવાદથી ગોવાના નવા મોપા એરપોર્ટ પર ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે અને ઇન્ટરનેશનલ પ્રવાસી માટે અમદાવાદની બેંગકોક થાઈ સ્માઈલ એરલાઇન્સ તથા અને અમદાવાદથી દા નાંગ વાઈટજેટ એરલાઇન્સની ફ્લાઇટ શરૂ થઈ છે. ડિસેમ્બર મહિનામાં 31st ડિસેમ્બરની ઉજવણી કરવા જનારા પ્રવાસીઓને આ ફ્લાઇટનો લાભ મળશે.

બેંગકોક માટે રોજ અમદાવાદની ફ્લાઇટ શરૂ

કોરોના બાદ અનેક ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ થઈ હતી, ત્યારબાદ કેસ ઘટતા તબક્કાવાર અનેક ઇન્ટનેશનલ ફલાઈટ શરૂ થઈ છે. ત્યારે હવે બેંગકોક અને દા નાંગની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઈ છે. બેંગકોક માટે અમદાવાદથી રોજ એક ફ્લાઇટ ચાલુ થઈ છે ,જ્યારે દા નાગ માટે અઠવાડિયામાં 4 દિવસ ફ્લાઇટ શરૂ થઈ છે. પ્રથમ વખત બેંગકોક માટે રોજ અમદાવાદની ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. બેંગકોક માટે થાઇ સ્માઈલ અને દા નાગ માટે વાઈટજેટ એરલાઇન્સ શરૂ થઈ છે.

નવા મોપા એરપોર્ટ પર અમદાવાદથી ફ્લાઈટ

ગોવામાં મોપા એરપોર્ટનું પણ તાજેતરમાં જ ઉદ્ઘાટન થયું છે. નવા એરપોર્ટ માટે 3-4 ફ્લાઇટ ટ્રાયલ માટે શરૂ કરી છે. જાન્યુઆરી મહિનાથી ગોવા મોપા એરપોર્ટ રાબેતા મુજબ શરૂ થશે.મોપા એરપોરથી શરૂ થનાર ફ્લાઈટમાં અમદાવાદનું પણ નામ છે.અમદાવાદથી પણ મોપા એરપોર્ટ પર રોજ એક ફ્લાઇટ શરૂ થશે.જાન્યુઆરી મહિનાથી રાબેતા મુજબ અમદાવાદની ગોવાના મોપા એરપોર્ટ માટે ફ્લાઇટ અવર જવર કરશે જેનો લોકોને લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *