રાજકપૂર(RK)નો ચેંબૂર ખાતેનો બંગલો ગોદરેજ કંપનીએ ખરીદ્યો

દિગ્ગજ અભિનેતા રાજકપૂર (RK), દિગ્દર્શક અને નિર્માતા રાજ કપૂરનો અત્રે ચેંબૂર ઉપનગરમાં આવેલો બંગલો આજે વેચાઈ ગયો છે. ગોદરેજ ગ્રુપની ગોદરેજ પ્રોપર્ટીઝ કંપનીએ તે ખરીદ્યો છે. કંપનીએ આ સોદાની જાણકારી મુંબઈ શેરબજારને આપી છે. જોકે આ બંગલો કેટલી રકમમાં વેચવામાં આવ્યો છે તેની કોઈ અધિકૃત માહિતી જાણવા મળી નથી.

આ જ ગોદરેજ પ્રોપર્ટીઝ કંપનીએ 2019માં ચેંબૂરમાં જ આવેલો કપૂર પરિવારની માલિકીનો આર.કે. ફિલ્મ સ્ટુડિયો પણ ખરીદ્યો હતો. હવે તેણે રાજ કપૂરનું નિવાસસ્થાન ખરીદ્યું છે. આ બંગલો ચેંબૂરમાં દેવનાર ફાર્મ રોડ પર ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સીસની બાજુમાં આવેલો છે. આ ચેંબૂરનો વૈભવશાળી નિવાસી વિસ્તાર ગણાય છે.

કંપનીના સીઈઓ ગૌરવ પાંડેએ જણાવ્યું છે કે અમે અમારા પોર્ટફોલિઓમાં ‘આરકેએસ’ વિકસિત યોજનાનો ઉમેરો કરવા બદલ ખૂબ આનંદનો અનુભવ કરીએ છીએ. અમને આ તક પૂરી પાડવા બદલ અમે કપૂર પરિવારના આભારી છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *