હોળાષ્ટક-કમૂહર્તાથી વિવાહ-વાસ્તુ અને શુભકાર્યો ને બ્રેક

લગ્નોત્સવનો માહોલ છે. એસ.ટી. બસ કે ખાનગી બસોમાં બેસવાની જગ્યા પણ નથી મળતી એટલી ભીડ છે. પરંતુ તા. 26-2-23ના રાત્રે 24.59 મિનિટે હોળાષ્ટકનો પ્રારંભ થતાં 26-2થી તા.6-3 સુધી શુભકાર્યો નહીં થાય

તો તે પછીના અઠવાડિયું રહીને એટલે કે તા. 14-3થી મીનારખ (કમૂહર્તા) બેસશે. કચ્છ જિલ્લા કર્મકાંડવિદ્ બ્રાહ્મણ મંડળ અને અખિલ કચ્છ સારસ્વત બ્રાહ્મણ વિદ્વત સમિતિના જિલ્લા સલાહકાર વિશ્વનાથભાઇ જોશીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે હોળાષ્ટક પછી 14-3થી એક મહિનો મીન રાશીમાં સૂર્યના પ્રવેશના કારણે મીનારખ (કમૂહર્તા) તા. 14-4-23 સુધી રહેશે.

તેમજ તા. 1-4-23થી ગુરૂ અસ્ત થશે જે તા. 28-4 સુધી શુભ કાર્યો પર બ્રેક આવશે. આમ ચૈત્ર મહિનો આખો શુભકાર્યો વંચિત રહેશે. જો કે આ સમય દરમ્યાન નિત્ય પૂજા, નિત્યકર્મ તેમજ ચાલનવિધિ કરેલી મુર્તિઓનું સ્થાપન, જીર્ણોદ્ધાર થતાં મંદિરોમાં જૂની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા `ધર્મ સિન્ધુ’ના મત મુજબ થઇ શકશે. વિવાહ, વાસ્તુ જેવા કાર્યો વર્જીત રહેશે. આ વખતે ફાગણ સુદ-15 (પૂનમ) તા. 6-3ના અને 7-3ના 18-11 મિનિટ સુધી પરંતુ 7-3ના સૂર્યાસ્ત પહેલાં પૂનમનો ભાગ પૂરો થઇ જાય છે.

ધર્મ સિન્ધુના મત મુજબ હોળી સૂર્યાસ્ત સમય કે દિવસના કરી શકાય નહિં તેથી હોળી (હોલિકા દહન) તા. 6-3ના સાંજે સૂર્યાસ્ત 6-53 મિનિટે થઇ ગયા પછી (સાંજે 7થી 8 કલાકે) થઇ શકશે જો કે આ દિવસે ભદ્રા (વિષ્ટિ) પણ છે ચન્દ્ર સિંહ રાશીમાં હોતાં તેનો દોષ મનુષ્ય લોકમાં લાગે છે. `ધર્મ સિન્ધુ’ના મત મુજબ જો બન્ને દિવસે પણ પ્રદોષ સમયે પૂનમનો સ્પર્શ ન હોય તો તો પૂર્વ દિવસે જ ભદ્રાના પુચ્છમાં પ્રદીપ્ત કરવી જેથી હોલિકા દહન તા. 6-3ના થશે. વ્રતની પૂનમ પણ તેજ દિવસે થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *