મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાને આરબીઆઈના RBI નવા ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યાં છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાને નવા ગવર્નર મળી ગયાં છે. કેન્દ્રીય મહેસૂલ સચિવ સંજય સંજય મલ્હોત્રાને RBIના નવા ગર્વનર નિયુક્ત કરવામાં આવ્યાં છે. આવતીકાલે ગર્વનર શક્તિકાંત દાસ નિવૃત થઈ રહ્યાં છે અને તેમની જગ્યાએ સંજય મલ્હોત્રા ચાર્જ ગ્રહણ કરશે.
કોણ છે સંજય મલ્હોત્રા?
સંજય મલ્હોત્રા રાજસ્થાન કેડરના 1990 બેચના IAS અધિકારી છે. નવેમ્બર 2020 માં REC ના અધ્યક્ષ અને MD બન્યા. આ પહેલા તેઓ ઊર્જા મંત્રાલયમાં અધિક સચિવ હતા. સંજય મલ્હોત્રાએ IIT કાનપુરમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે અને પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ પૂર્ણ કર્યું હતું. છેલ્લા 30 વર્ષથી, મલ્હોત્રાએ પાવર, ફાઇનાન્સ, ટેક્સેશન, આઇટી અને ખાણ જેવા વિભાગોમાં સેવા આપી છે.
ડાયરેક્ટ-ઈનડાયરેક્ટ ટેક્સ નીતિમાં ચાવીરુપ ભૂમિકા
સંજય મલ્હોત્રાએ ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ ટેક્સ માટેની નીતિમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
કાલે શક્તિકાંત દાસ નિવૃત
કાલે શક્તિકાંત દાસ નિવૃત થઈ રહ્યાં છે. તેમની નિવૃતીના એક દિવસ પહેલાં કેન્દ્ર સરકારે મલ્હોત્રાની નિયુક્તીને લીલીઝંડી આપી છે.