લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી:મોડી રાતે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા, થોડા દિવસો અગાઉ પણ તબિયત બગડી હતી
ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને શુક્રવારે મોડી રાત્રે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 96 વર્ષીય ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીની સારવાર ન્યુરોલોજી વિભાગના વરિષ્ઠ સલાહકાર ડો. વિનીત સૂરીની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. અગાઉ 04 જુલાઈ 2024ના રોજ પણ અડવાણીને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના થોડા દિવસો પહેલા અડવાણીને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં લઈ જવામાં આવ્યા હતા. AIIMSમાં એક રાત રોકાયા બાદ તેમને રજા આપવામાં આવી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવા પણ અહેવાલ છે કે તેમને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.