મધદરિયે ડૂબતી બોટમાંથી કોસ્ટગાર્ડે કર્યું દિલધડક રેસ્ક્યૂ, એકસાથે 12 ખલાસી ઓને બચાવી લીધા
પોરબંદરથી ઈરાન જઈ રહેલ બોટ દરિયામાં તોફાનને કારણે ડૂબી, દ્વારકાથી 270 કિલોમીટર દૂર ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા મધદરીયે રેસ્ક્યૂ ઓપરેશન
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા મધદરીયે રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યા છે. વાસ્તવમાં દરિયામાં તોફાનને કારણે બોટ ડૂબી રહી હતી. જોકે કોસ્ટગાર્ડ દ્વારા ડૂબી રહેલી બોટમાંથી 12 ખલાસીઓને બચાવ્યા છે. આ તરફ હવે આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. મહત્વનું છે કે, બચાવ બાદ તમામ ખલાસીઓને પોરબંદર પરત લઈ જવાયા છે.
પોરબંદરથી માલસામાન સાથે ઈરાન જઈ રહેલ બોટ તોફાની દરિયાના કારણે ડૂબી હતી. આ તરફ અલ પીરીનપીર બોટમાં પાણી આવી જતા બોટ ડૂબી હોવાની માહિતી મળતા જ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.
આ તરફ ઈન્ડિયન કોસ્ટગાર્ડના ICGS સાર્થક દ્વારા બચાવ કાર્ય હાથ ધરાયું હતું. આ સાથે પાકિસ્તાની એરક્રાફ્ટ અને ખાનગી વેસલ દ્વારા પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જે બાદમાં મધદરીયે ડૂબી રહેલી બોટમાંથી 12 ખલાસીઓને બચાવાયા છે.
#IndiaCoastGuard ship Sarthak successfully rescued 12 #Indian crew members of Sunken Dhow Al Piranpir from the North Arabian Sea. The vessel sank on 04 Dec 24 however, the crew had abandoned ship on a dinghy. This humanitarian mission saw close collaboration between #ICG and #Pak MSA, with both nations’ MRCCs maintaining coordination throughout the operation and #Pak MSA aircraft assisting in search of survivors. #Rescued crew are being brought back to #Porbandar. #WeProtect #MaritimeSafety