જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશનના દિવ ખાતે યોજાયેલા કન્વેશન માં માંડવીના જાયન્ટ્સ ગ્રુપે 15 જેટલા એવોર્ડો મેળવી માંડવીનું ગૌરવ વધાર્યું.
જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ૩બી ફેડરેશન કન્વેશનના દીવ મધ્યે મળેલા કાર્યક્રમમાં માંડવીના જાયન્ટ્સ ગ્રુપે 15 જેટલા એવોર્ડો મેળવીને માંડવીનું ગૌરવ વધાર્યું છે.
જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સમાજ સેવાના ઉદેશ્ય સાથે કામ કરતી એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જેના નેજા હેઠળ જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, જીવદયા, માનવસેવા અને કન્યા કેળવણી જેવા અનેક ક્ષેત્રોમાં વર્ષ 2002 થી અવિરતી સેવા કરી રહી હોવાનું જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ફેડરેશન 3બી (રાજ્ય)ના પૂર્વ મીડિયા ઓફિસર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
યુનિટ ૧૨ના યુનિટ ડાયરેક્ટર શ્રી યોગેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ માંડવી જાયન્ટ્સ ગ્રુપને દીવ મધ્યે મળેલા એવોર્ડ ની માહિતી આપતા સંસ્થાના પ્રમુખ પરેશભાઈ સોની અને મંત્રી હર્ષ ત્રિવેદી એ જણાવ્યું હતું કે, ફેડરેશન લેવલના ૨ એવોર્ડ મળેલ છે. જેમાં શૈક્ષણિક સહાય માટે તથા બેસ્ટ મંત્રી હર્ષ ત્રિવેદીને રાજ્યના બીજા નંબરનો એવોર્ડ મળેલ છે.
ફેડરેશન પ્રેસિડેન્ટ એપ્રિસિએશન એવોર્ડમાં માંડવી જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ સોની ને તેમજ પર્યાવરણની સુંદર કામગીરી બદલ રાજેશભાઈ એન. સોની નો સમાવેશ થાય છે.
ઓફિસર દ્વારા મળેલા એવોર્ડમાં કુપોષણ મુક્ત બાળકો માટે અને સોશિયલ એવોર્ડનો સમાવેશ થાય છે.
યુનિટ લેવલના એવોર્ડમાં બેસ્ટ પ્રેસિડેન્ટ નો એવોર્ડ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ સોની ને, બેસ્ટ મંત્રીનો એવોર્ડ હર્ષ ત્રિવેદીને, બેસ્ટ ખજાનચીનો એવોર્ડ યોગેશભાઈ ભટ્ટનો સમાવેશ થાય છે.યુનિટ ૧૨ના સર્ટિફિકેટ એવોર્ડમાં બેસ્ટ ગ્રુપ જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી તથા બેસ્ટ જાયન્ટ્સ વીકનો એવોર્ડ માંડવી ગ્રુપ નો સમાવેશ થાય છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, માંડવી જાયન્ટ્સ ગ્રુપે આ વર્ષમાં અત્યાર સુધી કુલ 118 જેટલા સેવાકીય પ્રોજેક્ટ કર્યા છે.
જાયન્જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી એ દીવ મધ્યે 15 એવોર્ડ મેળવ્યા તે બદલ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ સોની, મંત્રી હર્ષ ત્રિવેદી, ખજાનચી યોગેશભાઈ ભટ્ટ અને તેમની ટીમને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા હોવાનું ફેડરેશનના પૂર્વ મીડિયા ઓફિસર દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.