દિલ્હીથી કોંગ્રેસ માટે એક મોટા ઝટકા સમાન અહેવાલ સામે આવ્યા છે. અહીં 5 વખતના ધારાસભ્ય અને કદાવર નેતા મતીન અહેમદે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે અને તેઓ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાઈ ગયા છે. તેઓ સીલમપુર વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડી ચૂક્યા હતા.
કેવી રીતે છે રાજકીય કારકિર્દી
તેઓ પહેલીવાર 1993માં જનતા દળ તરફથી દિલ્હીની સીલમપુર વિધાનસભા બેઠક પરથી જ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 1996 માં તેઓ જનતા દળ છોડી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા પરંતુ 1998માં દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે તેમને ટિકિટ ફાળવી નહોતી એટલા માટે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા. ત્યારે પણ તેઓ જીત્યા અને પછી 2003 તથા 2008માં કોંગ્રેસ વતી ફરી ચૂંટણી લડીને જીત્યા હતા. છેલ્લે 2013 માં તેમણે ભાજપના કૌશલ કુમાર મિશ્રાને 21728 મતોથી હરાવી પાંચમી વખત ચૂંટણી જીતી હતી. ત્યારે તેમને 2013માં પ્રોટેમ સ્પીકર બનાવી દેવાયા હતા.