યુવરાજસિંહ જાડેજાના 7 દિવસના રિમાન્ડ મંજૂર, એક કરોડની રિકવરી સાથે મોબાઈલનો ડેટા પણ રિકવર કરશે પોલીસ

યુવરાજસિંહની ધરપકડ બાદ આજે તેમને કોર્ટમાં રજૂ કરાઈ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જે મામલે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે.

કોર્ટે યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

ડમીકાંડ મામલે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે યુવરાજસિંહની ધરપકડ બાદ આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જે મામલે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. વિગતો મુજબ પોલીસે યુવરાજસિંહના14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. યુવરાજસિંહ પાસેથી એક કરોડની રિકવરી તેમજ પોલીસ મોબાઈલનો ડેટા પણ રિકવર કરશે.

 ભાવનગરમાં ડમીકાંડને લઇ ધરપકડનો દોર 
ભાવનગરમાં ડમીકાંડને લઇ યુવરાજસિંહ બાદ હવે ધરપકડોનો દોર શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં 4 આરોપીની ધરપકડ કરાઇ છે. બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધવાની ધરપકડ કરાઇ છે. આ સાથે સુરતથી યુવરાજસિંહના સાળા કાનભા ગોહીલની પણ ધરપકડ કરાઇ છે. ત્યાર બાદ આજે યુવરાજસિંહને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા હતા.

ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારનું નિવેદન

ભાવનગર કથિત તોડકાંડમાં પોલીસ કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે. જે સમગ્ર મામલે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, યુવરાજસિંહને મેં પૂછ્યું હતું કે, તમે ગઈકાલે કેટલાક રાજકીય નેતાઓ પર આક્ષેપ કર્યા છે તે મામલે કોઈ પુરાવા છે તો તમેણે સ્પષ્ટ ના કહી દીધું છે તેમજ તેમણે કહ્યું કે આ મેં કેટલાક લોકોના કહેવાથી નામ આપ્યા હતાં. વધુમાં આઈજીએ જણાવ્યું કે, આજે બે અન્ય આરોપીની પણ ધરપકડ કરી છે જે ઘનશ્યા લાધવા અને બિપીન ત્રિવેદી છે જે બંન્નનો તોડકાંડમાં 10 ટકા ભાગ હતો એટલે તે બંન્ને પાસેથી 10 લાખ રૂપિયા રિકવર કરાયા છે.

‘નાણાકીય વ્યવહાર પોલીસ તપાસમાં સ્પષ્ટ થયો છે’

ભાવનગર રેન્જ IGએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, નારી ચોકડીની બેઠકનું યુવરાજસિહે પણ કબૂલ્યું કહ્યું અમે ફક્ત મળ્યા હતા,  ઘણા CCTV ફૂટેજ ડિલીટ પણ કરવામાં આવ્યા જેણે FSLની મદદથી રિકવર કરવામાં આવશે તેમજ CDR અને CCTV સહિતના પુરાવા પોલીસ પાસે છે, તમામ આરોપીઓના લોકેસન એક્ઝેટ મેચ થઈ રહ્યાં છે. એક સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ છેલ્લો હપ્તો લઈ કોમ્પ્લેક્ષમાં ચડતો દેખાઈ રહ્યો છે. વધુમાં જણાવ્યું કે, નાણાકીય વ્યવહાર પોલીસ તપાસમાં સ્પષ્ટ થયો છે, બિપીન ત્રિવેદી અને યુવરાજસિંહ વચ્ચેની એક ચેટ પણ સામે આવી છે, તમામ પુરાવા મીડિયાને આપવામાં આવશે

‘શિવુભાની શોધખોળ ચાલી રહી છે’
રેન્જ IGએ જણાવ્યું કે, શિવુભાની શોધખોળ ચાલી રહી છે તેમજ રાજૂ નામના શખ્સની ઓળખ થઈ ચૂકી છે અને કાર્યવાહી થઈ રહીં છે તેમજ આર કેનું આખુ નામ રમેશભાઈ કરમશી છે તેની પણ શોધખોળ ચાલી રહી છે

શું છે સમગ્ર મામલો
ભાવનગર ડમીકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે ગંભીર આરોપ લાગ્યા છે. ડમી કાંડમાં નામ છુપાવવા માટે પૈસા લીધા હોવાનો યુવરાજસિંહ પર આરોપ લાગ્યો છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ યુવરાજસિંહ પર આરોપ લગાવ્યો હતા ત્યાર બાદ  યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. બિપિન ત્રિવેદીએ જણાવ્યું છે કે, નામ ન લેવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે. જે મામલે પોલીસે કેટલાક પુરાવાના આધારે ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *