YouTube : 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો નહીં વાપરી શકે YouTube

યુ ટ્યુબ એક એવું પ્લેટફોર્મ કે જે લાખો બાળકો રોજ જોવે છે, હવે ઓસ્ટ્રેલિયામાં બાળકો માટે બંધ થવાનું છે. શું યુ ટ્યુબ પર પણ લાગશે કડક કાયદો? સરકારએ લીધો સૌથી મોટો નિર્ણય.
ઓસ્ટ્રેલિયાની સરકાર હવે બાળકોને ઑનલાઇન નોકસાન થાય નહીં તે માટે કડક પગલાં લીધા છે. સરકાર હવે યુ ટ્યુબ ને પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પ્રતિબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મની યાદીમાં સામેલ કરી રહી છે. અગાઉ યુ ટ્યુબ ને આ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો, પરંતુ ઇ-સેફ્ટી કમિશનરના સંશોધન અને સૂચનો બાદ સરકારે તેનો પુનર્વિચાર કર્યો છે.
આ નવી નીતિ ડિસેમ્બર 2025થી અમલમાં આવશે. નીતિ મુજબ, જો કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નિયમનનું ઉલ્લંઘન કરશે તો તેને 49.5 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનો (લગભગ ₹265 કરોડ) દંડ ભરવો પડી શકે છે. નવેમ્બર 2024માં આ નીતિ ઓસ્ટ્રેલિયાની સંસદ દ્વારા પસાર કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે બાળકો પર સોશિયલ મીડિયાની નકારાત્મક અસરો રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આની પાછળ પણ ખાસ કારણ
યુટ્યુબને આ યાદીમાં શામેલ કરવાના પાછળ ખાસ કારણ છે. ઇ-સેફ્ટી કમિશનરના રિપોર્ટ અનુસાર, 10 થી 15 વર્ષ વયના લગભગ 37% બાળકો યુટ્યુબ પરના જોવાની વસ્તુ પણ જોઈ લેતા હોય છે. આ આંકડો અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કરતા ઘણો વધુ છે, તેથી યુટ્યુબને બેન કરવું તે જ બાળકો માટે સારુ છે. જો કે યુટ્યુબનું કહેવું છે કે તે એક વિડિઓ શેરિંગ પ્લેટફોર્મ છે, સામાજિક મીડિયા નહીં. તેમનો દાવો છે કે યુટ્યુબ પર લોકો શિક્ષણ, મનોરંજન અને માહિતી માટે વિડિઓઝ જોઈ શકે છે. પરંતુ બીજી તરફ TikTok, Instagram, Facebook અને Snapchat જેવા પ્લેટફોર્મ્સે પહેલાથી જ યુટ્યુબને મળેલી છૂટનો વિરોધ કર્યો હતો

16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને યુ ટ્યુબ પર એકાઉન્ટ બનાવવા પર પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ પહેલા TikTok, Instagram, Facebook અને Snapchat જેવા સોશિયલ મીડિયા સાઇટ્સ પર લાગુ હતો, પરંતુ હવે તેમાં યુટ્યુબનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યુટ્યુબ કિડ્સ એપ્લિકેશન આ નિયમથી મુક્ત છે. તેનો અર્થ એ કે બાળકો તેનો ઉપયોગ કરી શકે છે.
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીનું શું કહેવું છે ?
આ મુદ્દા પર ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝે સ્પષ્ટતા કરી છે કે સરકાર આ પગલું માતાપિતાનો વિશ્વાસ જીતવા માટે અને બાળકોના ભવિષ્યની સુરક્ષા માટે લઈ રહ્યા છે. તેમણે કહ્યું, “અમે નથી ઇચ્છતા કે બાળકો તેમના ભવિષ્યને નુકસાન કરે તેવી કોઇ વસ્તુ જોવે. હવે સમય આવી ગયો છે કે આ પ્લેટફોર્મો પોતાની સામાજિક જવાબદારી સમજે.”
Youtuberનું શું કહેવું છે ?
YouTubeએ પણ નિર્ણય સામે નરમ વલણ દાખવ્યું છે. તેઓએ જાહેર કર્યું કે સરકાર સાથે મળીને ઑનલાઇન નુકસાન ઘટાડવા માટે કામ કરવા તૈયાર છે. છતાં, તેઓ એ દલીલ કરે છે કે YouTube સોશિયલ મીડિયા નથી, પરંતુ તેઓ નિયમોના પાલન માટે તૈયાર છે. સરકારના નવા નિયમો બધાં પ્લેટફોર્મ માટે લાગુ થશે એવું નથી. ઓનલાઇન ગેમિંગ સાઇટ્સ, મેસેજિંગ એપ્સ અને આરોગ્ય તથા શિક્ષણસંબંધિત પ્લેટફોર્મ આ યાદીમાં નથી. કારણ કે આ પ્લેટફોર્મ ઓછા જોખમી માનવામાં આવે છે અને તેના માટે અલગ નિયમો પહેલાથી જ જાહેર કર્યા છે.