MANDVI : માંડવી જી ટી હાઇસ્કુલ 1995 સ્ટુડન્ટ ગ્રુપ ના યુવાનો ગૌવંશ ની રક્ષા અને સેવામાં લીન

MANDVI : માંડવી જી ટી હાઇસ્કુલ 1995 સ્ટુડન્ટ ગ્રુપ ના યુવાનો ગૌવંશ ની રક્ષા અને સેવામાં લીન

MANDVI: માંડવી જી ટી હાઇસ્કુલ 1995 સ્ટુડન્ટ ગ્રુપ તથા જાયન્ટ્સ ગ્રુપ દ્વારા જીવદયા ના કાર્યો કરાયા હતા માંડવી જી. ટી હાસ્કૂલ 1995 સ્ટુડન્ટ ગ્રુપ અવારનવાર જીવદયા અને માનવતાના કાર્યો કરતો રહ્યો છે. લંપી વાયરસ ના કપરા સમય થી આ ગ્રુપ ના યુવાનો જીવદયા અને માનવતા ના કાર્યો માં લીન બન્યા હોય તેમ અવિરત સેવા કાર્યો કરી રહ્યા છે.
ત્યારે જાન્ટ્સ ગ્રુપ માંડવી ના સહયોગથી ગૌવંશ ને રેડિયમ પટ્ટી પહેરવાનું કાર્ય હાથ ધરાયું હતું દાતાઓના સહયોગથી કરાયેલા આ કાર્યને માંડવી નગરજનો એ બિરદાવ્યું હતું.રેડિયમ બેલ્ટ ના કારણે પશુ અને માનવ જીવ બને ના બચાવ માં ઉપયોગી બનશે તેવું દર્શનભાઈ ઓઝા એ જણાવ્યું હતું.

ગૌવંશ ને ભુસાના નીરણ ના દાતા તેજસ વાસાણી પરિવાર રહ્યા હતા જાયન્ટસ ગ્રુપ દ્વારા રેડિયમ બેલ્ટ ના દાતા અંજાર સાહેલી સાઈન ગ્રુપ ના પ્રમુખ હેમાબેન ગોસ્વામી તથા શ્રી ગૌ સેવક આદિપુર અંજાર ગાંધીધામ ભાઈશ્રી શિવ ગીરી રહ્યા હતા

આ કાર્ય ને સફળ બનાવવા જાયન્ટસ ગ્રુપ માંડવી ના પ્રમુખ પરેશભાઈ સોની , હિંમતસિંહ જાડેજા ,રાજેશ ભાઈ સોની, પરીનભાઈ વાંજા, પિયુષ ભાઈ પંચાલ, મહેશભાઈ જોશી, વસંતગીરી ગોસ્વામી તથા જી ટી હાઇસ્કુલ 1995 સ્ટુડન્ટ ગ્રુપ ના દર્શન ઓઝા, પ્રતીક શાહ, તેજસ શાહ, સંજય મારાજ, ચંદ્રેશ માલમ, નિલેશ સોની, જયેશ સોની, તેજસ વાસાણી, નરેશ ગજરા,પારસ માલમ, અજય ખત્રી, નિખિલ વાસાણી સહિત સહયોગી રહ્યા હતા.

Youth of Mandvi GT High School 1995 Student Group Immersed in Protection and Service of Gauvansh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *