દોરાથી ઇજાના પચ્ચીસ જેટલા બનાવો

રાજકોટ શહેરમાં પતંગનું પર્વ દર વખતની જેમ આ વખતે પણ લોહીયાળ બન્યું હતું. જેમાં રૈયા ૧૫૦ ફુટ રીંગ રોડ ટેલિફોન એક્ષચેન્જ પાસે ગળામાં પતંગનો દોરો ફસાતાં ગળુ કપાઇ જતાં ગાંધીગ્રામ નાણાવટી ચોક સ્ટર્લિંગ પાછળ નંદનવાટીકા એપાર્ટમેન્ટમાં રહેતાં ૨૧ વર્ષના યુવાન ઉત્સવ ચેતનભાઇ વ્યાસનું કમકમાટી ભર્યુ મોત નિપજતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. યુવાન એકટીવા હંકારી ઘરેથી બહાર જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. ગાંધીગ્રામના પીએસઆઇ એ. વી. પીપરોતરે જરૃરી કાર્યવાહી કરી હતી.