વિશ્વ યોગ દિવસ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ભાટ,ગાંધીનગર અને શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક દ્વારા ઓનલાઇન યોગ શિબિરમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો દ્વારા સવારે પોતપોતાના ઘરેથી કોલેજની YouTube ચેનલ ના માધ્યમથી યોગ પ્રશિક્ષક દ્વારા યોગ કરાવવામાં આવ્યા .આ શિબિરના આયોજન માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના અધ્યક્ષ શ્રી યોગ સેવક શીશપાલજી રાજપૂત ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું .આ યોગ શિબિરમાં ૧૫૦૦થી વધુ શિબિરાર્થીઓ જોડાયા હતા……….
૧૫મી જૂન યોગ શિબિર ની શરૂઆત કરવામાં આવી અનુસંધાને સંસ્થાના ડાયરેક્ટર શ્રી ધર્મેશ વંડરા એ જણાવ્યું કે છેલ્લા દોઢ વર્ષથી વિશ્વ આખું કોરોનાની મહામારી સમક્ષ ઝઝૂમી રહ્યું છે અને એની અસર સર્વે માનવોને થઈ છે નાના બાળકોથી લઇ યુવાન ગરીબ વેપારી અને નોકરિયાત દરેકને તેમજ સામાજિક અને આર્થિક તેમજ ધાર્મિક ક્ષેત્રે પણ સમાજને મોટું નુકસાન થયું છે આવા સમયે આત્મહત્યા અપરાધ અને ગૃહકલેશ જેવી ઘટનાઓ આસપાસ જોવા મળે છે .કોઈ પણ અપરાધ કે આત્મહત્યા વખતે એક પળ માટે પણ મનમાં વિચાર બદલાય તો આ પ્રકારની બનતી ઘટનાઓને અટકાવી શકાય છે .આ સમયે વ્યક્તિનું મન વિચલિત ની જગ્યાએ સ્થીર હોય તો આવી ઘટનાને રોકી શકાય છે ઘણા શિક્ષિત વર્ગ પણ ક્ષણ માત્રમાં વિચાર હીન થઈ અપરાધ કરી બેસે છે જેનું મોટું ઉદાહરણ બોલિવૂડના એક હીરો તે ગત વર્ષે આત્મહત્યા કરી હતી જે આપણને ખબર છે. હાલના સમયમાં દરેક મનુષ્ય મગજને સંતુલિત કરી સકારાત્મક વિચારો તરફ વળવું જોઈએ જેનું એક માત્ર સાધન યોગ છે યોગને આપણે શારીરિક કસરત ના રૂપે જોઈએ છીએ એ માત્ર શારીરિક નહિં પણ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ અગત્યનું છે .જે વ્યક્તિ નિયમિત યોગ કરતો હોય કે કપરા સમયમાં પણ મન સ્થિર રાખી પરિસ્થિતિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે છે .આજના હાડમારી ના સમયમાં નાના વેપારી થી લઈ મોટા પ્રોફેશનલ ને સમય અનુસાર મન પર કાબૂ રાખી પરિસ્થિતિને સંભાળવાનો સમય છે .હાલનું કપરો સમય પણ પસાર થઈ જશે પરંતુ આ મહામારી ના વાવાઝોડામાં સ્થિર મગજ વાળા જ ટકી શકશે .આ યોગ શિબિર દ્વારા વિદ્યાર્થીઓને કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની યોગ સાધનાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું .એમાં સંસ્થાના દરેક સ્ટાફ મિત્રો અને શિબિરાર્થીઓ નો આભાર માનતા કહ્યું કે આ યોગ માત્ર શિબિર પૂરતું નહીં પરંતુ દિનચર્યામાં લેવું જોઈએ.