YELLOW ALERT : આજે વરસાદનું સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સહિત ના 5 જિલ્લામાં યલો એલર્ટ, 16 જુલાઈ સુધી આગાહી.

YELLOW ALERT : હવામાન વિભાગ દ્વારા 16 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગ દ્વારા આજે 5 જિલ્લ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપ્યું છે. બીજી તરફ આજે 26 તાલુકામાં વરસાદી ઝાંપટાં વરસ્યાં હતાં.

YELLOW ALERT : આવતીકાલથી 13 અને 14 જુલાઈના રોજ ગુજરાત રીજનમાં ભારેથી અતિભારે અને સૌરાષ્ટ્ર રીજનમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 અને 16 જુલાઈના રોજ ગુજરાત રીજનમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછીના બે દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
YELLOW ALERT : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં, એટલે ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સાબરકાંઠાના તલોદમાં 2 ઇંચ, કચ્છના માંડવીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત 10 તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો.
YELLOW ALERT : ગઈકાલે એટલે કે શુક્રવારે સાંજે અમદાવાદ અને પાટણમાં વરસાદ વરસ્યો હતો તેમજ શુક્રવારે રાજ્યના 61થી વધુ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.
YELLOW ALERT : પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ વિસ્તાર પર મજબૂત લો-પ્રેશર સક્રિય થયું છે. આ ઉપરાંત અન્ય એક ટ્રફની સિસ્ટમ 12 જુલાઇ સુધી ગુજરાત નજીક પહોંચતાં અમદાવાદ સહિત સમગ્ર મધ્ય-પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 12થી 15 જુલાઇ વચ્ચે અમદાવાદમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
YELLOW ALERT : આ સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સાથેનો ટ્રફ 12 જુલાઇ સુધીમાં મધ્યપ્રદેશ-ગુજરાતના સરહદી વિસ્તાર સુધી પહોંચશે, જેને લીધે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા ઊભી થતાં વિવિધ વિસ્તારમાં ફરીથી વરસાદમાં વધારો થતાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદની સાથે સમગ્ર પૂર્વ-મધ્ય ગુજરાતમાં હળવોથી મધ્યમ, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. ટ્રફ ગુજરાતથી કેટલો નજીક આવે છે એના પરથી વધુ કે ઓછો વરસાદ પડવાની શક્યતા છે.
YELLOW ALERT : છોટાઉદેપુર જિલ્લાના હાથીખણ ગામના કોતરમાં મંગળવારે ઘોડાપૂર આવતાં શાળાએથી ઘરે પરત જઈ રહેલા વિદ્યાર્થીઓ અટવાયા હતા, જેમને ગ્રામજનોએ હેમખેમ ઘરે પહોંચાડ્યા હતા.
રાજ્યમાં જૂન મહિનામાં 110 મિમીની જરૂરિયાત સામે 288 મિમી વરસાદ
YELLOW ALERT : સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 110.8 મિમી (4.43 ઇંચ) વરસાદની જરૂરિયાત હોય છે. એની સામે 288.7 મિમી (11.55 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 161% વધુ વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 125 વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ 298.3 મિમી (11.93 ઇંચ) વરસાદ 1980 માં નોંધાયો હતો, એટલે કે આ વખતે 44 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ સાથે 125 વર્ષનો બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. 2024માં જૂનમાં રાજ્યમાં મેઘરાજાની 9 દિવસની હાજરી સામે ચાલુ સિઝનમાં જૂનના 16 દિવસની હાજરી આપી છે. રાજ્યના 5 ઝોનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 19 દિવસ અને કચ્છમાં સૌથી ઓછા 8 દિવસ મેઘરાજા વરસ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જે દિવસે 2.5 મિમી કે તેથી વધુ વરસાદ વરસે એને વરસાદનો 1 દિવસ ગણવામાં આવે છે.

YELLOW ALERT : રાજ્યના 5 ઝોનમાં સિઝનના વરસાદની સ્થિતિ
- કચ્છ : જૂનમાં 50.1 મિમી (2 ઇંચ) વરસાદની જરૂરિયાત સામે 142.3 મિમી (5.69 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 184% વધુ વરસાદ રહ્યો છે.
- ઉત્તર ગુજરાત : જૂનમાં 80.2 મિમી (3.21 ઇંચ)ની જરૂરિયાત સામે 178 મિમી (7.12 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 122% વધુ વરસાદ છે.
- મધ્ય-પૂર્વ ગુજરાત : જૂન સુધીમાં 113 મિમી (4.52 ઇંચ)ની જરૂરિયાત સામે 278.9 મિમી (11.16 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 147% વધુ વરસાદ રહ્યો છે.
- સૌરાષ્ટ્ર : જૂનમાં 127.7 મિમી (5.12 ઇંચ)ની જરૂરિયાત સામે 245.1 મિમી (9.80 ઇંચ) વરસાદ થયો છે.
- દક્ષિણ ગુજરાત : જૂનમાં 253.4 મિમીની જરૂરિયાત સામે 532.5 મિમી (21.3 ઇંચ) વરસાદ મળ્યો છે.
- ગુજરાતમાં જુલાઈમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતા
- ભારતીય હવામાન વિભાગે રજૂ કરેલા જુલાઇ મહિનાના પૂર્વાનુમાન મુજબ, દેશમાં 106%થી વધુ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં જુલાઇનું પૂર્વાનુમાન જોઇ રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો છે.
YELLOW ALERT : કચ્છ : 10થી 17 જુલાઇની વચ્ચે વરસાદનું જોર સામાન્ય ઘટી શકે છે.
- ઉત્તર ગુજરાત : અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારોમાં નબળો રહી શકે છે.
- મધ્ય-પૂર્વ ગુજરાત : મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે. અમદાવાદ, ખેડા અને આણંદમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
- સૌરાષ્ટ્ર : સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુની શક્યતા છે. દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે, જોકે દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં 10 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટી શકે છે.
- દક્ષિણ ગુજરાત : આગામી 17 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ શક્યતા છે. 18 જુલાઇ બાદ દ. ગુજરાતમાં જોર ઘટી શકે છે. બીજા પખવાડિયાથી ઓછા વરસાદની શક્યતા છે.
YELLOW ALERT : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ ની આગાહી કરવામાં આવી છે.