
YEAR 2026 રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન
YEAR 2026 રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરનું વિમોચન કર્યું હતું. આ કેલેન્ડર “આત્મનિર્ભર ભારત, આપણું ગૌરવ – વોકલ ફોર લોકલ” થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. કેલેન્ડરમાં આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા ગુજરાતે સાધેલી ઔદ્યોગિક પ્રગતિ તેમજ કલા-સંસ્કૃતિની સમૃદ્ધિને નયનરમ્ય તસવીરો અને મહત્વપૂર્ણ ટૂંકી માહિતી સાથે રજૂ કરવામાં આવી છે.
YEAR 2026 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરને નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો. કેલેન્ડરમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ, રાસાયણિક ઉદ્યોગો, ફાર્મા સેક્ટર, સિરામિક ઉદ્યોગ, સેમિકન્ડક્ટર અને ડાયમંડ ઉદ્યોગ જેવા ક્ષેત્રો ઉપરાંત પાટણના પટોળા, કચ્છની હસ્તકલા, પિઠોરા ચિત્રકળા, બાંધણી, રોગાન ચિત્રકળા અને અકીક કારીગરી જેવી ગુજરાતની વિશિષ્ટ કલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
YEAR 2026 આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે, કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ તથા અગ્ર સચિવ મોહમ્મદ શાહિદ, માહિતી નિયામક કે. એલ. બચાણી તેમજ સરકારી મુદ્રણ અને છાપકામ કચેરીના ઇન્ચાર્જ નિયામક પ્રેમસિંઘ કંવર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.