WORLD’S OLDEST FEMALE BARBER : ૧૦૮ વર્ષની ઉંમરે સલુન ચલાવતી વિશ્વની સૌથી વૃધ્ધ જાપાની મહિલા

WORLD’S OLDEST FEMALE BARBER : ૧૯૩૭માં જાપાન ચીન યુદ્દમાં હાકોઇશીના પતિ સૈનિક તરીકે યુધ્ધમાં જોડાયા હતા. ચીન સાથેની ભીષણ લડાઇમાં માર્યા ગયા હતા. હાઇકોશીને પતિના મુત્યુથી આઘાત તો ખૂબ લાગ્યો પરંતુ સલુન બંને બાળકોના લાલન પાલનની જવાબદારી માથે ઉપાડી લીધી હતી.
જાપાનમાં ૧૦ નવેમ્બર ૧૯૧૬માં પેદા થયેલી શિતસુઇ હાકોઇશી નામની મહિલા ૧૦૮ વર્ષની છે. આટલી જૈફ વયે પણ તે પોતાનું સલુન ચલાવે છે. વાળમાં ફરતી આગળીઓ અને કેચી ચલાવવાનો અંદાજ અનોખો છે. ૧૦૦ વર્ષનું આયખું વટાવ્યા પછી પણ પોતાના ઉત્સાહમાં કોઇ જ કમી નથી. ગત સપ્તાહે શિતસુઇ હાકોઇશીને દુનિયાની સૌથી ઉમરલાયક વાળ કાપતી મહિલા તરીકે વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો હતો.
WORLD’S OLDEST FEMALE BARBER : પૂર્વી જાપાનના નાકાગાવા કસ્બામાં યોજાયેલા એવોર્ડ સમારંભમાં પોતાની ૮૫ વર્ષની પુત્રી અને ૮૧ વર્ષની પુત્રી પણ હાજર રહી હતી. ૧૦૮ વર્ષની મહિલાએ વિશ્વની સૌથી વૃધ્ધ બાર્બર હોવાનું ગૌરવ મેળવીને ખૂશ જોવા મળતી હતી.પોતાનું દિલ આનંદથી ભરાઇ ગયું હોવાની પ્રતિક્રિયા આપી હતી. અગાઉ સૌથી ઉંમરલાયક બાર્બર મહિલાનું બિરુદ ન્યૂયોર્કની એંથની માનસિનેલીના નામે હતું. માનસિનેલી હવે આ દુનિયામાં હયાત નથી પરંતુ શિતસુઇ હાકોઇશી ખૂબજ સ્વસ્થ જણાય છે.
હાકોઇશીએ ૧૪ વર્ષની નાની ઉંમરે વાળ કાપવાની કળા ટોકયોમાં શિખી હતી. ૨૦ વર્ષની ઉંમરે તેને વ્યવસાયિક બાર્બર હોવાનું પ્રમાણપત્ર મળ્યું હતું. લગ્ન થયા પછી પતિ પત્નીએ ટોકયોમાં બાર્બરશોપ ખોલી હતી. ૧૯૩૭માં જાપાન ચીન યુદ્દમાં હાકોઇશીના પતિ સૈનિક તરીકે યુધ્ધમાં જોડાયા હતા. ચીન સાથેની ભીષણ લડાઇમાં માર્યા ગયા હતા. હાઇકોશીને પતિના મુત્યુથી આઘાત તો ખૂબ લાગ્યો પરંતુ સલુન બંને બાળકોના લાલન પાલનની જવાબદારી માથે ઉપાડી લીધી.
WORLD’S OLDEST FEMALE BARBER : બીજા વિશ્વયુધ્ધ દરમિયાન અમેરિકી સૈનિકોએ ટોક્યો પર બોંબમારો કરતા તેમનું ઘર પણ બળીને રાખ થઇ ગયું હતું. જીવ બચાવવા માટે હાકોઇશી બાળકોને લઇને ટોક્યોથી પોતાના ગામ નાકાગાવા આવી હતી. પોતાના ગામમાં બાળકોના ઉછેરની સથે રિહાત્સુ હાકોઇશુ નામનું સલુન ખોલ્યું હતું. જાપાની ભાષામાં રિહાત્સુનો અર્થ બાર્બર થાય છે. હાકોઇશુએ હજુ પણ ઉત્સાહથી પોતાનું કામ કરતા રહેવાનું નકકી કર્યુ છે. તે આવનારા ૧૦૯માં જન્મ દિવસથી શાનદાર રીતે ઉજવવા માગે છે અને ૧૧૦ વર્ષ સુધી આકરી મહેનત ચાલુ રાખવા ઇચ્છે છે