સોશિયલ મીડિયા આજે દરેકના જીવનનો એક અભિન્ન અંગ બની ગયુ છે. આજના ઝડપી વિશ્વમાં સોશિયલ મીડિયાએ આપણને એકબીજા સાથે જોડાવાની રીત બદલી નાખી છે. સોશિયલ મીડિયાએ લોકોને તેમના મંતવ્યો વ્યક્ત કરવા માટે એક સ્વતંત્ર મંચ આપવા ઉપરાંત બધી ભૌગોલિક સીમાઓને ઓળંગીને સમગ્ર વિશ્વના લોકોને એક બીજા સાથે જોડ્યા છે. આજે વિશ્વ સોશ્યિલ મીડિયા ડે પર જાણો તેનું મહત્વ અને ઈતિહાસ અંગ..
સોશિયલ મીડિયા દિવસનો ઇતિહાસ
વિશ્વભરમાં પહેલીવાર, 30 જૂન 2010ના રોજ વિશ્વ સોશ્યલ મીડિયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. વિશ્વમાં સોશિયલ મીડિયાની અસર અને વૈશ્વિક સંદેશાવ્યવહારમાં તેની ભૂમિકા પર ભાર મૂકવા માટે વિશ્વ સોશિયલ મીડિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વનું પહેલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સિક્સડિગ્રીની શરૂઆત 1997માં થઇ હતી. તેની સ્થાપના એન્ડ્રુ વાઈનરિચ દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2001માં, એક મિલિયનથી વધુ યુઝર્સ થયા પછી તે બંધ થઈ ગયું હતું.
જાણો સોશિયલ મીડિયાનો વપરાશ હાલના સમયમાં કેટલો થઇ રહ્યો છે:
- સોશિયલ મીડિયા યુઝર્સની સંખ્યા છેલ્લા 12 મહિનામાં વધી છે, જેમાં 521 મિલિયન નવા યુઝર્સ સોશિયલ મીડિયામાં એપ્રિલ 2021 સુધીમાં જોડાયા છે.
- જે 13.7 ટકાની વાર્ષિક વૃદ્ધિ અથવા દર એક સેકંડમાં સરેરાશ 16.5% નવા યુઝર્સની સંખ્યા બરાબર છે.
- વિશ્વભરમાં સોશ્યલ મીડિયા વપરાશકર્તાઓની સંખ્યા વૈશ્વિક વસ્તીના 70 ટકાથી વધુ હોવાનું મનાય રહ્યું છે
- લાક્ષણિક વપરાશકર્તા દર મહિને 6થી વધુ વિવિધ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિયપણે ઉપયોગ કરે છે અથવા મુલાકાત લે છે, અને દરરોજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને સરેરાશ 2.5 કલાક જેટલો સમય ફાળવે છે.
- વિશ્વ દરરોજ સોશિયલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને 10 અબજથી વધુ કલાકો વિતાવે છે, જે માનવ અસ્તિત્વના લગભગ 1.2 મિલિયન વર્ષ જેટલું છે.
- દર મિનિટે 4.3 મિલિયન ગુગલ સર્ચ થાય છે.