World No Tobacco Day 2022 “વિશ્વ તમાકુ નિષેધ દિવસ”

World No Tobacco Day 2022

World No Tobacco Day 2022 / ” વિશ્વ તમાકુ નિષેધ દિવસ “

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 31 મે ના દિવસને “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” (World No Tobacco Day) તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દર વર્ષે તમાકુનો ઉપયોગ કરવાના આરોગ્યના જોખમોને પ્રકાશિત કરવા અને સરકારને જરૂરી પગલાં લેવા પ્રોત્સાહિત કરવા માટે આ દિવસ મનાવે છે. જે ધૂમ્રપાન અને અન્ય તમાકુ પેદાશોના ઉપયોગને ઘટાડવામાં મદદ કરે છે. આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને તમાકુની શરીર પરની હાનિકારક અસરોથી અવગત કરાવવામાં આવે છે અને લોકોને તમાકુમુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે.

World No Tobacco Day 2022

1987 માં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં 7 એપ્રિલ, 1988 ને ‘વર્લ્ડ નો સ્મોકિંગ ડે’ તરીકે જાહેર કરવામાં આવ્યો. લોકોને ઓછામાં ઓછો 24 કલાક તમાકુનો ઉપયોગ અટકાવવા પ્રેરણા આપવા માટે આ અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. પાછળથી 1988 માં, સંગઠને બીજો ઠરાવ પસાર કર્યો કે 31 નવેમ્બરના રોજ વર્લ્ડ નો તમાકુ દિવસ મનાવવામાં આવશે.

World No Tobacco Day 2022

ડબ્લ્યુએચઓ અનુસાર, દર વર્ષે તમાકુના ઉપયોગથી વિશ્વભરના 8 મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામે છે. કોઈપણ પ્રકારનું તમાકુનું સેવન કરવાથી ફેફસાંની ક્ષમતા ઓછી થાય છે અને શ્વસન રોગોની તીવ્રતામાં વધારો થાય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા દર વર્ષે વિવિધ થીમ સાથે વિશ્વ તમાકુ દિવસ ઉજવે છે. આ વર્ષની થીમ ‘કમિટ ટુ ક્વિટ’ છે. કોવિડ -19 રોગચાળાને લીધે લાખો તમાકુ વપરાશકારો કહે છે કે તેઓ છોડી દેવા માગે છે.

World No Tobacco Day 2022

તમાકુની આરોગ્ય પરની આડઅસરો વિશે ઘણા સંશોધનો થયેલા છે, જેમાં મોટા ભાગના ધૂમ્રપાન પર થયા છે. તમાકુમાં નિકોટીન નામનું દ્રવ્ય હોય છે જે વ્યસન (addiction) માટે જવાબદાર છે. આ ઉપરાંત બીજા પચાસ કરતા વધુ કેન્સર જન્ય રસાયણો હોય છે.

જયારે તમાકુ પીવા માં આવે છે ત્યારે નિકોટીન લોહી માં ભળી જાય છે જે માનસિક અને શારીરિક અવલંબન નું કારણ બને છે. વિકાસશીલ દેશોમાં વપરાતી સિગારેટ માં ટાર ની માત્રા વધારે હોય છે અને ફિલ્ટર નો ઉપયોગ થતો નથી જે આરોગ્ય માટે વધારે જોખમ કરી શકે છે.
તમાકુ ના ધૂમ્રપાન થી મુખ્યત્વે ફેફસાં અને હૃદયને લગતા રોગો થાય છે, જેમાં હૃદયરોગનો હુમલો, દમ, લકવો તથા કેન્સર જેવા જીવલેણ રોગોનો સમાવેશ થાય છે. તમાકુ ના સેવનથી ઉચ્ચ રક્તચાપ (High Blood Pressure) અને  ધમનીઓ ના રોગો (Peripheral arterial disease) થાય છે.

World No Tobacco Day 2022

ગર્ભાવસ્થા માં ધૂમ્રપાન કરવાથી બાળકને અનેક પ્રકારના જોખમ થઈ શકે છે તથા ગર્ભપાત ની શકયતા વધી જાય છે. જીવનમાં નાની ઉંમરે ધૂમ્રપાન શરૂ કરવાથી અને વધુ સિગારેટ પીવાથી આ બધા રોગોનું જોખમ વધે છે.
પરોક્ષ ધૂમ્રપાન પણ સ્વાસ્થ્ય માટે જોખમી છે. પુરુષો કરતાં સ્ત્રીઓ માં ધૂમ્રપાન વધારે જોખમી છે. એક અભ્યાસ અનુસાર પુરૂષ ધૂમ્રકર્તા અને સ્ત્રી ધૂમ્રકર્તા ના સરેરાશ જીવનમાં અનુક્રમે 13.2 અને 14.5 વર્ષ નો ઘટાડો થાય છે. તમાકુનું સેવન કરવાથી 12 થી 15  પ્રકારના કેન્સર થઈ શકે છે, જેમાં મુખ્યત્વે ફેફસાંના, ગળાના, અન્નનળીના, હોજરીના, સ્વાદુપિંડ ના અને કિડનીના કેન્સર નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમાકુના લીધે થતા કેન્સર ની સારવાર માં ફાયદો થવાની શકયતા ઘટી જાય છે તથા ફેફસાં અને હૃદય નબળાં હોવાને લીધે આડઅસરો વધારે થાય છે. આ કારણોથી કેન્સરનો મૃત્યું દર નિર્વ્યસની લોકો કરતા વધારે જોવા મળે છે.

World No Tobacco Day 2022

ભારતમાં કેન્સરનું પ્રમાણ દર એક લાખની વસ્તીએ 70-90 નું છે. હાલમાં ભારતમાં કેન્સરના આશરે 24 લાખ દર્દીઓ છે ઉપરાંત દર વર્ષે બીજા 8 લાખ જેટલા દર્દીઓ ઉમેરાય છે. 48% પુરુષો માં અને 20% સ્ત્રીઓમાં કેન્સરનું મુખ્ય કારણ તમાકુનું સેવન છે. પુરુષોમાં મોં તથા ગળાનું કેન્સર અને સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશય ના મુખનું કેન્સર વધારે જોવા મળે છે. સ્તન અને ગર્ભાશય ના મુખનું કેન્સર તમાકુ ના સેવનથી સંબંધિત નથી તથા મેમોગ્રાફી અને પેપ સ્મિયર જેવી સાદી તપાસથી શરૂઆતના તબક્કામાં નિદાન થઈ શકે છે.

કેટલાક દેશોએ તમાકુના ઉપયોગ ને નિયંત્રીત કરવા માટે પગલાં લીધેલા છે. જેમાં વપરાશ અને વેચાણ પર નિયંત્રણ, પેકેજીંગ પર ચેતવણી સંદેશ, જાહેર સ્થળો પર ધૂમ્રપાન પ્રતિબંધ તથા તમાકુ ઉત્પાદન પર વધારા નો કર નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *