વિશ્વ કિડની દિવસ – ૨૦૨૨ નું સ્લોગન “સ્વસ્થ કિડની સર્વ માટે”

• વિશ્વ કિડની દિવસ – ૨૦૨૨ નું સ્લોગન “સ્વસ્થ કિડની સર્વ માટે” – કિડની એજ્યુકેશન વેબસાઈટ એટલે સ્વસ્થ કિડની રાખવા માટે બધી જ માહિતી
૪૦ ભાષામાં,વિનામૂલ્યે.
• શું તમે કિડનીના રોગથી બચવા માંગો છો?
www.KidneyEducation.com વિશ્વમાં સૌથી વધુ – ૪૦ ભાષામાં ૧૦૦થી વધુ કિડની નિષ્ણાતો દ્વારા તૈયાર કરેલ કિડની રોગોથી બચવા માટેની સંપૂર્ણ માહિતી નિઃશુલ્ક.
• Free!!! ૨૦૦ પાનાંનું “તમારી કિડની બચાવો” પુસ્તક ૪૦ ભાષામાં કિડની એજ્યુકેશન વેબસાઇટ માંથી વિનામુલ્યે મેળવો.
• કિડની અંગે જનજાગૃતિ અભિયાનને ૨૦થી વધુ વિશ્વની સૌથી નામાંકિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા સમર્થન.
• યુરોપીયન રીનલ એસોસિએશનના મંતવ્ય મુજબ કિડની અંગે જાણકારી માટે કિડની એજ્યુકેશન વેબસાઈટ સર્વશ્રેષ્ઠ.
• ૧૦ કરોડથી વધુ હીટસ્‌ અને પાંચ લાખથી વધુ પુસ્તકોના ડાઉનલોડ સાથે વિશ્વભરમાં માહિતી આપવામાં કિડની એજ્યુકેશન વેબસાઈટ અગ્રેસર.
• વિશ્વના ૧૦૦થી વધુ કિડની નિષ્ણાતો દ્વારા કિડની સ્વસ્થ રાખવા માટેની વિશ્વનીય માહિતીનો ૪૦ ભાષામાં ખજાનો નિઃશુલ્ક.
• કિડની વિશે જનજાગૃતિ વ્હોટસએપ દ્વારા – ૪૦ ભાષામાં સંપુર્ણ માહિતી વિનામુલ્યે – વ્હોટસએપ કરો: 94269 33238.
કિડની એજયુકેશન ફાઉન્ડેશન દ્વારા
“વિશ્વ કિડની દિવસે” જન જાગૃત્તિ ઝુંબેશ
ભારત અને વિશ્વભરમાં કિડનીનાં રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. કિડનીનાં રોગો અંગે જનજાગૃતિ માટે વિશ્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં ૧૦ માર્ચ, ૨૦૨૨ ગુરૂવારે “વિશ્વ કિડની દિવસ” ઉજવવામાં આવશે. આ વિશ્વ કિડની દિવસનું સ્લોગન – “સ્વસ્થ કિડની સર્વ માટે – Kidney Health for All” છે. કિડની એજ્યુકેશન વેબસાઈટ તે વિશ્વભરમાં આ સ્લોગનને પૂર્ણ કરી યથાયોગ્ય માહિતી આપતી એકમાત્ર વેબસાઈટ છે. ૪૦ ભાષામાં ઉપલબ્ધ વેબસાઈટનાં માધ્યમ દ્વારા નિઃશુલ્ક માહિતી આપતી હોવાના કારણે આ વેબસાઈટનો લાભ વિશ્વભરના લોકો દુનિયાના કોઈ પણ ખૂણેથી મફત લઈ શકે છે.
“સ્વસ્થ કિડની સર્વ માટે”
વિશ્વ કિડની દિવસ ૨૦૨૨ નું સ્લોગન
કિડની સ્વસ્થ રાખવા, કિડનીના રોગોને અટકાવવા અને તેની કાળજી માટે કિડની અંગે બધા ને પ્રાથમિક માહિતી હોવી જરૂરી છે.
કિડનીના રોગોથી બચવા તમે આટલું જાણો
• કિડનીની બીમારીના મુખ્ય લક્ષણો
• તમારું લોહીનું દબાણ અને બ્લડ સુગર
• પેશાબમાં પ્રોટીનની હાજરી જે કિડનીની તકલીફની સૌપ્રથમ નિશાની હોઈ શકે છે
• લોહીમાં ક્રીએટીનીન પ્રમાણે જે કિડનીની કાર્યક્ષમતા સૂચવે છે
કિડની રોગના ચેતવણીજનક ચિન્હો:
 નબળાઈ લાગવી, થાક લાગવો.
 ખોરાકમાં અરૂચી, ઉલ્ટી-ઉબકા થવા.
 આંખ પર સવારે સોજા આવવા. મોં અને પગ પર સોજા આવવા.
 નાની ઉંમરે લોહીનું ઉંચુ દબાણ હોવું અને દવા છતાં યોગ્ય કાબુ ન હોવો.
 લોહીમાં ફિક્કાશ હોવી.
 પેશાબ ઓછો આવવો, પેશાબમાં ફીણ થવા, પેશાબ કરવામાં તકલીફ થવી, રાત્રે પેશાબ કરવા વધુ જવું પડવું.
જો કોઈ વ્યકિતને ઉપર મુજબનાં ચિહ્નો હોય તો વહેલાસર ડોક્ટર પાસે જઈ તપાસ કરાવવી જરૂરી છે.
કિડની ચેકઅપ સરળ – ફકત આટલું કરો.
કિડનીનાં રોગનાં વહેલા નિદાન દ્વારા જીવલેણ રોગથી બચી શકાય છે. કિડનીનાં રોગનાં વહેલા નિદાન માટેની સરળ પદ્ઘતી તે લોહીનું દબાણ મપાવવું અને લોહી પેશાબની તપાસ કરાવવી તે છે. લોહીનાં દબાણમાં વધારો, પેશાબની તપાસમાં પ્રોટીનની હાજરી અને લોહીમાં ક્રીએટીનની માત્રામાં વધારો તે સી.કે.ડી.ની પહેલી નિશાની હોઈ શકે છે.
કિડનીના રોગોથી બચવા માટે શું કરશો?
કિડનીના રોગ અટકાવવા માટે સામાન્ય વ્યક્તિએ જાણવા જેવા નવ સોનેરી સુચનો:
૧. નિયમીત કસરત કરવી, શરીર તંદુરસ્ત રાખવું
૨. પોષ્ટિક ખોરાક લેવો, યોગ્ય વજન જાળવવું
ખોરાકમાં નમક (મીઠું), ખાંડ, ઘી-તેલ અને ફાસ્ટફુડનો ઉપયોગ ઓછો કરવો. શાકભાજી, ફળો અને રેસાવાળા ખોરાકનું પ્રમાણ વધારે રાખવું. મીઠું (નમક) રોજ પ-૬ ગ્રામથી ઓછું લેવું જોઈએ.
ડાયાબીટીસનો હંમેશા યોગ્ય કાબુ રાખવો
ડાયાબીટીસનાં પ૦% જેટલા દર્દીઓમાં કિડનીને નુકશાન થવાનો ભય રહે છે. ડાયાબીટીસનાં દરેક દર્દીએ વર્ષમાં એક વખત તો અચૂક કિડની ચેકઅપ (લોહીનું દબાણ, પેશાબમાં પ્રોટીન અને લોહીમાં ક્રીએટીનની તપાસ) કરાવવું જોઈએ.
૪. લોહીના દબાણનો યોગ્ય કાબુ રાખવો
લોહીનું દબાણ ૧૩૦/૮૦ થી ઓછું રાખવું તે કિડનીની સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે. લોહીનું ઉંચું દબાણ હાઈબ્લડ પ્રેશર ક્રોનિક કિડની ફેલ્યરનું મહત્વનું કારણ છે.
૫. પાણી વધારે પીવું
તંદુરસ્ત વ્યકિતએ રોજ ર લીટર (૧૦-૧ર ગ્લાસ) થી વધુ પાણી પીવું. પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ટેવ શરીરમાંથી બીન જરૂરી કચરો અને ક્ષારને દૂર કરવા જરૂરી છે. પથરીની તકલીફ થઈ હોય તેવી વ્યક્તિએ રોજ ૩ લીટરથી વધારે પ્રવાહી લેવું જોઈએ.
૬. ધુમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, દારૂનો ત્યાગ કરવો.
૭. ડોકટરની સલાહ વગર દવાઓ (ખાસ કરીને દુખાવા માટેની દવાઓ) ન લેવી.
૮. રૂટીન હેલ્થ ચેક અપ
તમને જાણીને નવાઈ લાગશે કે બંને કિડની ૯૦% જેટલી બગડે ત્યાં સુધી ઘણા દર્દીઓમાં રોગના કોઈ ચિહ્નો જોવા મળતા નથી. આ કારણસર કિડનીની તકલીફ થવાની શકયતા વધારે હોય ત્યારે અને ૪૦ વર્ષની ઉંમર બાદ દરેક વ્યક્તિઓએ દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ.
૯. કિડનીનાં રોગનાં ચિહ્નો જોવા મળે ત્યારે વહેલાસર ડોકટર પાસે તપાસ કરાવવી અને વહેલા નિદાન બાદ નિયમીત દવા લેવી અને પરેજી રાખવી. પથરી-પેશાબનો ચેપ, મોટી ઉંમરે પુરૂષોમાં બી.પી.એચ.ની તકલીફ વગેરે માટે યોગ્ય તપાસ કરાવી જરૂરી સારવાર લેવી.
“સ્વસ્થ કિડની સર્વ માટે” સ્લોગનને સાકાર કરવામાં મદદ કરતી
વિશ્વની એકમાત્ર ૪૦ ભાષામાં વેબસાઈટ
www.KidneyEducation.com
• કિડની રોગો સાથે સ્વસ્થ રહેવા માટે www.KidneyEducation.com વેબસાઈટની મુલાકાત જરુર લ્યો.
• ૨૦૦ પાનાનું “તમારી કિડની બચાવો” પુસ્તક ૪૦ ભાષામાં આ વેબસાઈટમાંથી ડાઉનલોડ કરો કે વ્હોટસએપ દ્વારા વિનામુલ્યે મેળવો (વ્હોટસએપ કરો: 94269 33238).
• વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ સન્માનિત આ વેબસાઈટ ૧૦ કરોડથી વધુ હિટસ્ અને પાંચ લાખ થી વધુ પુસ્તકો ના ડાઉનલોડ સાથે કિડની અંગે માહિતી આપવામાં વિશ્વભરમાં અગ્રેસર છે.
• ૪૦ ભાષામાં વિશ્વનીય કિડની ગાઈડ તૈયાર કરવાનો યશ વસુધૈવ કુંટુંબકમની વ્યાખ્યા ને પરિપૂર્ણ કરતી આ રાજકોટનાં વરિષ્ઠ કિડની નિષ્ણાત ડૉ. સંજય પંડયા અને વિશ્વભરના ૧૦૦ થી વધુ સેવાભાવી કિડની નિષ્ણાતોની ટીમને ફાળે જાય છે.
• ૨૦થી વધુ વિશ્વના સૌથી નામાંકિત આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા કિડની એજ્યુકેશન વેબસાઈટને સમર્થન મળેલ છે. સ્પોન્સરશીપ, ઍડવર્ટાઈઝમેન્ટ કે ડોનેશન વગરની આ વેબસાઈટ કિડની વિશે તમને તટસ્થ અને સચોટ માહિતી આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *