વિશ્વ પર્યાવરણ દિવસ: વૃક્ષ વૃદ્ધિ સમૃદ્ધિ, વૃક્ષ વિનાશ સર્વ વિનાશ..

શબ્દ સંકલન :- નિકિતા સક્સેના

પૃથ્વીલોક પર આવેલ દરેક પ્રાકૃતિક સંસાધનો માનવ આધારીત છે, આ વાત સંપૂર્ણ સત્ય છે. પૃથ્વી દરેક જીવાત્માઓ ને મળેલ સૌથી કિંમતી અને જીવન જરૂરીયાતી કુદરતી સંપતિ ગણાવી શકાય તે હોયતો પર્યાવરણ છે. કોરોના મહામારી વચ્ચે કુદરતે આ વાત માણસને ખૂબ સારી રીતે સમજાવી દીધી કે એક સ્વસ્થ અને સારું જીવન જીવવા માટે પર્યાવરણની શુદ્ધિ અને ઓક્સિજન ની માત્રા કેટલી જરૂરી છે. આ વાત જાણતા હોવા છતાં આપણે આજે પર્યાવરણને સંપૂર્ણ દૂષિત બનાવી દીધું છે. જેના પરીણામ સ્વરૂપે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે અને આપણે ગ્લોબલ વોર્મિંગ ની વણસતી પરીસ્થિતિ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. હવે જો પર્યાવરણ તરફ જાગૃત નહિ બનીએ તો આવનાર પેઢી નું ભવિષ્ય રોગમય બની રહે તો નવાઈ નહિ..

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ની શરુઆત સંયુક્ત રાષ્ટ્ર સંઘ તરફથી વર્ષ 1972માં કરવામાં આવી હતી. ત્યારબાદ દર વર્ષે 5 જૂન ને

વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આજના દિવસની એક ચોક્કસ થીમ નક્કી કરવામાં આવે છે અને તેને સંબંધિત પ્રોગ્રામ તૈયાર કરીને કામગીરી આરંભાય છે.

વિશ્વ પર્યાવરણ દિવસની આ વખતની થીમ છે “ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન”. આ વર્ષે પાકિસ્તાન વિશ્વ પર્યાવરણ દિવસનું વૈશ્વિક યજમાન બનશે.

આપણે ઘણી વાર ઇકોસિસ્ટમ્સ અને રિસ્ટોરેશન અંગે વાત કરતા હોઈએ છીએ, પણ શું ખરેખર આપણને તેના વિશે માહિતી છે કે તેનું શું મહત્ત્વ છે અને તે શું સૂચવે છે.

ઇકોસિસ્ટમના પુનઃસ્થાપન માટે (2021-2030) સંયુક્ત રાષ્ટ્ર દશકાની શરૂઆત કરશે, જે જંગલોથી લઈને ખેતર, પહાડોની ટોચથી લઈને સાગરની ઊંડાઈ સુધી અબજો હેક્ટરને પુનર્જીવિત કરવાનું એક વૈશ્વિક મિશન છે.

ગત વર્ષે એટલે કે વર્ષ 2020માં વિશ્વ પર્યાવરણ દિવસની થીમ ‘જૈવવિવિધતા’ પર કેન્દ્રીત હતી, જે એક ચિંતા તાત્કાલિક અને અસ્તિત્વ બંને પર આધારિત હતી. આ દિવસની મેજબાની કોલંબિયાએ લીધી હતી.

ભારતમાં હાલ કોરોના સંકટને કારણે આ વર્ષે તમે ઘરે રહીને જ પર્યાવરણ માટે મોટું યોગદાન આપી શકો છો. ઘણી એવી વાતો છે જેનું પાલન કરી તમે પર્યાવરણને નુકસાન થતું બચાવી શકો છો.અને આજે કોરોના કુદરત નો સમતુલ ની વ્યવસ્થા ના સુધરી  કહેવા છે ને કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હૈ આમ હવે આપણે જાગૃત બની પૃથ્વી પર પર્યાવરણ ની જનવણી પર કામે લાગીએ તોજ આવનાર પેઢી ને સ્વચ્છ અને સ્વસ્થ ભવિષ્ય આપીએ..

પર્યાવરણ જાગૃતિ માટે આ દીવસો પણ ઉજવાય છે..

*વિશ્વ સાયકલ દિવસ

3 જૂનને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ સાયકલ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસે સાયકલની વિશિષ્ટતા, દીર્ઘાયુ અને બહુમુખી પ્રતિભાને ઓળખવામાં આવે છે, જે બે સદીઓથી ઉપયોગમાં લેવાઇ રહી છે. સાયકલ પરીવહન માટેનો એક સરળ, સસ્તો, વિશ્વસનીય, સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ સાધન છે.

*વિશ્વ મહાસાગર દિવસ

8 જૂનને મહાસાગરોના સંરક્ષણ વિશે જાગૃકતા વધારવા માટે અને વિશ્વભરમાં સતત વિકાસ લક્ષ્યો સાથે કામ કરવા માટે એક દિવસ તરીકે મનાવવામાં આવે છે.

રણ અને દુષ્કાળનો મુકાબલો કરવા માટે વિશ્વ દિવસ

સંયુક્ત રાષ્ટ્ર 17 જૂનને દેશો દ્વારા સ્થાયી જમીન વ્યવસ્થાપન ક્ષેત્રે કરાયેલા કામોની સરાહના માટે રણ અને દુષ્કાળનો સામનો કરવા માટે વિશ્વ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *