World Cancer Day 2023: વિશ્વ કેન્સર દિવસનો ઇતિહાસ

World Cancer Day 2023

World Cancer Day 2023: 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય જાગરૂકતા ફેલાવવાનો અને જોખમી બીમારીઓની ગેરમાન્યતાઓને ઓછી કરવાનો છે

કેન્સર વૈશ્વિક સ્તરે મૃત્યુ થવાનું બીજું પ્રમુખ કારણ બની ગયુ છે. સંયુક્ત રાષ્ટ્ર-માન્યતા પ્રાપ્ત દિવસનું નેતૃત્વ યૂનિયન ફૉર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા કરવામાં આવે છે.

આ એક વૈશ્વિક પહેલ છે જે વિશ્વભરમાં કેન્સરની મહામારીથી છૂટકારો મેળવવા માટે વિશ્વને એકસાથે લાવે છે. વૈશ્વિક સ્તરે કેન્સર મોતનું બીજું પ્રમુખ કારણ છે.

ભારતીય વસતીને અસરકરતા કેન્સર ફેફસાં, સ્તન, બ્રેઇન, ગળુ અને કોલોરેક્ટલ કેન્સર હોય છે. એટલા માટે પ્રત્યેક પ્રકારના કેન્સરને સમજવું મહત્ત્વપૂર્ણ છે અને આ શરીરને કેવી રીતે અસર કરે છે. જાણો, વિશ્વ કેન્સર દિવસનો ઇતિહાસ અને મહત્ત્વ ની કેટલીક જાણકારી.

World Cancer Day 2023: વિશ્વ કેન્સર દિવસનો ઈતિહાસ

આ દિવસ 4 ફેબ્રુઆરી, 2020એ ફ્રાન્સની રાજધાની પેરિસમાં આયોજિત ન્યૂ મિલેનિયમ માટે વિશ્વ કેન્સર શિખર સંમેલનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. તે દિવસે યૂનેસ્કોનના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ, કોઇચિરો મતસુરા અને ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જૈક્સ શિરાકે પેરિસના ચાર્ટર વિરુદ્ધ હસ્તાક્ષર કર્યા હતા. ત્યારથી આ દિવસને દર વર્ષે વિશેષ થીમ સાથે મનાવવામાં આવે છે.

કેન્સર એ ચેપી રોગ નથી માટે તેનાથી ગભરાવવું ન જોઈએ. સ્વસ્થ જીવનશૈલીને અનુસરવાથી આવા હાનિકારક રોગોથી બચી શકાય છે.

World Cancer Day 2023: સૌથી સામાન્ય કેન્સર સ્તન, ફેફસાં, કોલોનેક્ટમ અને પ્રોસ્ટેટ છે. કેન્સરના મૃત્યુમાંથી ત્રીજા ભાગના મૃત્યુ તમાકુના સેવન, ઉચ્ચ બોડી માસ ઇન્ડેક્સ, આલ્કોહોલનું સેવન, ફળો અને શાકભાજીનું ઓછું સેવન અને શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે થાય છે. રિપોર્ટ અનુસાર ભારતમાં ત્રણ પ્રકારના કેન્સર સૌથી વધુ જોવા મળે છે. આમાં મોં, ગર્ભાશય અને સ્તનનું કેન્સર મુખ્ય છે.

તમાકુનું સેવન, આલ્કોહોલ અને સિગારેટનું સેવન, ચેપ, સ્થૂળતા, સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો આના કારણો છે. વજન ઘટવું, તાવ, હાડકામાં દુખાવો, ઉધરસ, મોઢામાંથી લોહી નીકળવું, શરીરના કોઈપણ ભાગમાં ગઠ્ઠો, સ્ત્રીઓમાં વારંવાર અનિયમિત પીરિયડ્સ, મોઢામાં અલ્સર. કેન્સર ઇલાજ કરી શકાય તેવું છે અને જો તે પ્રથમ તબક્કામાં શોધી કાઢવામાં આવે છે, તો સંપૂર્ણ સ્વસ્થ થવાની શક્યતા વધી જાય છે. કેન્સર સ્પર્શથી ફેલાતો રોગ નથી. તે એક વ્યક્તિથી બીજાને લાગતું નથી. આ ફક્ત અંગ અથવા પેશી ટ્રાન્સપ્લાન્ટના કિસ્સામાં જ શક્ય છે.

World Cancer Day 2023: “કલોઝ ધ કેર ગેપ” થીમ: ભારતમાં દર વર્ષે લગભગ 75,000 લોકો કેન્સરને કારણે મૃત્યુ પામે છે. માત્ર આ આંકડાઓ પરથી જ નહીં, પરંતુ કેન્સરની તીવ્રતા એ હકીકત પરથી પણ જાણી શકાય છે કે તેને વૈશ્વિક સ્તરે મૃત્યુના ટોચના 10 કારણોમાં ગણવામાં આવે છે. લોકોને જીવલેણ રોગ વિશે જાગૃત કરવા દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2023 માં, “કલોઝ ધ કેર ગેપ” થીમ પર વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *