Women Hockey Junior Asia Cup
Women Hockey Junior Asia Cup : 2023 માં ભારતે ઈતિહાસ રચી દીધો છે. મહિલા ટીમે દક્ષિણ કોરિયાની ટીમને પછાડી પ્રથમ વખત હોકી જુનિયર એશિયા કપનો ખિતાબ જીતી લીધો છે. ભારતની ટીમે યશસ્વી પ્રદર્શન કરી દક્ષિણ કોરિયાને 21થી હરાવ્યું હતું. ચેમ્પિયનનો ખિતાબ જીતવા માટે બને ટીમ વચ્ચે શાનદાર મુકાબલો થયો હતો. ખાસ વાત એ છે કે પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમો એક પણ ગોલ કરી શકી ન હતી.
Women Hockey Junior Asia Cup : ટીમ ઇન્ડિયાને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો
બીજા ક્વાર્ટરમાં અનુએ પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કરીને ખાતું ખોલાવ્યું હતું. તેણે 22મી મિનિટે ગોલકીપરની ડાબી બાજુથી ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી. બાદમાં દક્ષિણ કોરિયાએ 3 મિનિટ બાદ પાર્ક સેઓ યેને ગોલ કરીને સ્કોર 1-1 કરી દીધો હતો. સ્કોર બરાબરી પર રહ્યા બાદ બંને ટીમો બમણી તાકાત સાથે મેદાનમાં ઉતરી હતી. ભારત માટે 41મી મિનિટે નીલમે ગોલ કર્યો હતો જે ગોલ જ આગળ જતાં વિજયી ગોલ સાબિત થયો હતો. તેણે ભારતને 2-1ની સરસાઈ અપાવી હતી. આ પછી દક્ષિણ કોરિયાએ ભારત પર ઘણી વખત હુમલો કર્યો. દક્ષિણ કોરિયા પેનલ્ટી કોર્નરનો ફાયદો ન ઉઠાવી શકતા ભારતે પણ શાનદાર બચાવ કર્યો, જેના આધારે ટીમ ઇન્ડિયાને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો હતો. અગાઉ આ ટૂર્નામેન્ટમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2012માં હતું,