ટી-20 વર્લ્ડકપ શરૂ થવામાં હવે થોડો સમય જ બાકી છે. તમામ ટીમોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ક્રિકેટ ટીમે પણ પોતાની ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડકપ પહેલા ભારત ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઘરેલુ સીરિઝ રમી રહ્યુ છે. આ વચ્ચે કેટલાક સવાલના જવાબ મળવાના બાકી છે.
ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ માટે ઓપનિંગ કોણ કરશે, આ એક ચર્ચાનો વિષય છે. અત્યારે ટી-20માં કેએલ રાહુલ અને રોહિત શર્માની જોડી જ ઓપનિંગ કરે છે પરંતુ લાંબા સમયથી બન્નેની જોડી ધીમા સ્ટ્રાઇક રેટ પર વિવાદ થતો રહ્યો છે. એવામાં માંગ કરવામાં આવી રહી છે કે વિરાટ કોહલી પાસે ઓપનિંગ કરાવવામાં આવે.
વિરાટ કોહલી અને રોહિત શર્મા પહેલા પણ ટીમ ઇન્ડિયા માટે ઓપનિંગ કરી ચુક્યા છે અને કેટલીક વખત સફળ પણ રહ્યા છે. તાજેતરમાં જ્યારે વિરાટ કોહલીએ એશિયા કપમાં અફઘાનિસ્તાન વિરૂદ્ધ ઓપનિંગ કરી હતી ત્યારે તેને સદી પણ ફટકારી હતી.હવે ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ આ વિશે પોતાના વિચાર રજૂ કર્યા છે. રવિ શાસ્ત્રીએ સ્પષ્ટ કહ્યુ છે કે વિરાટ કોહલી પાસે ઓપનિંગ ના કરાવવી જોઇએ. શાસ્ત્રીએ કહ્યુ કે હું ઇચ્છીશ કે રોહિત શર્મા અને કેએલ રાહુલ જ તમારી માટે વર્લ્ડકપમાં ઓપનિંગ કરે.
ઓપનિંગને લઇને રવિ શાસ્ત્રીએ કહ્યુ, જો કોઇ રીતની ઇમરજન્સી આવે છે ત્યારે તમે વિરાટ કોહલી પાસે ઓપનિંગ કરાવી શકો છો પરંતુ જો તમારે પોતાનો મિડલ ઓર્ડર મજબૂત જોઇએ, ઓસ્ટ્રેલિયાની પિચના હિસાબથી વિરાટ કોહલીનો અનુભવ મિડલ ઓર્ડરમાં ઘણો જરૂરી છે.
મહત્વપૂર્ણ છે કે કેપ્ટન રોહિત શર્મા પણ સ્પષ્ટ કરી ચુક્યો છે કે ટી-20 વર્લ્ડકપમાં કેએલ રાહુલ જ ટીમ ઇન્ડિયા માટે ઓપનિંગ કરશે, રોહિત શર્માએ કહ્યુ હતુ કે વિરાટ કોહલી અમારી માટે ત્રીજા ઓપનરના વિકલ્પનો એક ઓપ્શન છે. જો જરૂર પડી તો તેની પાસે પણ ઓપનિંગ કરાવી શકાય છે.