Water Inc : જાણો, મત આપ્યાની પાકી સાબીતી આપતી આંગળી પરની વિલોપ્ય વોટર ઇન્ક વિશે,

Water Inc : આંગળી પર વિલોપ્ય શાહીનું નિશાન જે મત આપ્યો છે તેની પાકી સાબીતી આપે છે. આ એવી ઇન્ક છે જેનું નિશાન ભૂંસાવામાં દિવસો લાગે છે. ચુંટણીએ લોકશાહીનો ઉત્સવ છે જેમાં મતદાન કરો ત્યારે આંગળી પર લાગતી ઇન્ક નાગરિકધર્મની ગવાહી પૂરે છે. ભારતમાં આ વિશિષ્ટ ઇન્ક કર્ણાટકના મૈસૂર શહેરમાં બને છે.

Water Inc : મૈસૂર પેન્ટસ એન્ડ વાર્નિશ લિમિટેડ કંપનીનો પાયો કૃષ્ણરાજ વાડિયાર ચોથાએ નાખ્યો હતો. હવે આ કંપની કર્ણાટક સરકારના નિયંત્રણ હેઠળ છે. આ સરકારી કંપની જાહેર પરિવહનની ગાડીઓમાં ઉપયોગમાં લેવાતો પેન્ટ બનાવે છે. ઉપરાંત ભારતની એક માત્ર કંપની જે મતદાન પછી નિશાન કરવામાં આવતી ઇન્ક બનાવવાનો અધિકાર ધરાવે છે.

Water Inc : પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ૬ દાયકાથી આ કંપની જ મતદાન ઇન્ક તૈયાર કરે છે. આ ઇન્કમાં મુખ્ય ઘટક સિલવર નાઇટ્રેટ હોય છે જે તડકો પડવાની સાથે જ ઇન્કનો રંગ ઘાટો બની જાય છે. નખના છેડાના ભાગ પર પારજાંબલી રંગ ઉપસી આવે છે. આ ઇન્કને ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં ભૂંસવી શકય બનતી નથી.

Water Inc : આ ઇન્કનું નિશાન અંદાજે ૨ અઠવાડિયા સુધી રહે છે. કેટલાક લીંબુ અને પપૈયાના રસ જેવી રેમેડીથી ઇન્કને દૂર કરવાનો પ્રયત્ન કરે છે તો પણ દૂર થતી નથી. ઇન્ક લગાવતા પહેલા આંગળી ચોખ્ખી હોવી જરુરી છે. આથી કયારેક મતદાન અધિકારી મતદારને આંગળી લુછવાનું કહેતા હોય છે જેથી કરીને ઇન્કનો પ્રભાવ લાંબા સમય સુધી રહી શકે છે. 

Water Inc : વર્તમાન લોકસભા ચુંટણીમાં અંદાજે ૯૭ કરોડ મતદારોનું રજીસ્ટ્રેશન થયેલું છે. ચુંટણી પંચ દ્વારા એમવીપીએલ તરીકે ઓળખતી સરકારી કંપનીને ઇન્ક સપ્લાયનો ઓર્ડર મળેલો છે. એક શીશીમાં ૧૦ ગ્રામ ઇન્ક હોય છે આ ૧૦ ગ્રામ ઇન્ક લગભગ ૭૦૦ જેટલા મતદાતાઓની આંગળી પર નિશાન કરી શકાય છે.

ચુંટણી પંચને અત્યાર સુધી કંપનીએ ૨૭ લાખ કરતા વધારે ઇન્કનો સપ્લાય કર્યો છે. સૌથી મોટો ઓર્ડર ઉત્તરપ્રદેશ જયારે સૌથી ઓછો ઓર્ડર લક્ષદ્વીપમાં માત્ર ૧૧૦ શીશીઓનો છે. ચુંટણી પંચ એક શીશીના ૧૭૪ રુપિયા ખર્ચ કરે છે. નવાઇની વાત તો એ છે કે મલેશિયા, ઇન્ડોનેશિયા, કંબોડિયા,ફિઝી અને સિયારા લિઓન જેવા દેશોમાં પણ ચુંટણી સમયે ઇન્ક ભારત નિકાસ પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *