VOTING : મતદાન: 2024ની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠક પર શુક્રવારે મતદાન સાથે જ દિવસો સુધી ચાલનારા લોકશાહીના ઉત્સવનો આરંભ થઇ જશે.
VOTING : પહેલા દોરમાં અનેક દિગ્ગજોનું ભાવિ ઘડાશે. 2019માં ભાજપે સૌથી વધુ 40, ડીએમકે 24 અને કોંગ્રેસે 15 બેઠક જીતી હતી. અન્યને 23 બેઠક મળી હતી. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કુલ 1,625 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 1,491 પુરુષ અને 134 મહિલા ઉમેદવારો છે. આમાં મહિલાઓ માત્ર આઠ ટકા છે. પ્રથમ તબક્કામાં તામિલનાડુના 39, યુપીની આઠ, રાજસ્થાનની 12, મ.પ્ર.ની છ, મહારાષ્ટ્રની પાંચ, ઉત્તરાખંડની પાંચ બેઠક, બિહારની 4, બંગાળની 3 બેઠક પર મતદાન થશે.
VOTING: એડીઆરના અહેવાલ અનુસાર, 10 ટકા એટલે કે 161 ઉમેદવાર એવા છે કે, જેમની વિરુદ્ધ હત્યા, અપહરણ જેવા ગંભીર કેસ નોંધાયેલા છે.
VOTING : એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)એ 1,618 ઉમેદવારોના એફિડેવિટમાં આપવામાં આવેલી માહિતી પર એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. તેમાંથી 16 ટકા એટલે કે 252 ઉમેદવાર સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. જ્યારે, 450 એટલે કે, 28 ટકા ઉમેદવારો કરોડપતિ છે. તેમની પાસે એક કરોડ કે તેથી વધુની સંપત્તિ છે. 10એ તેમની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે, જ્યારે ત્રણ પાસે 300થી 500 રૂપિયાની સંપત્તિ છે. એડીઆરના અહેવાલ અનુસાર, 10 ટકા એટલે કે 161 ઉમેદવાર એવા છે કે, જેમની વિરુદ્ધ હત્યા, અપહરણ જેવા ગંભીર કેસ નોંધાયેલા છે. સાત ઉમેદવાર સામે હત્યાના અને 19 સામે હત્યાના પ્રયાસના કેસ છે. 18 ઉમેદવારો સામે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ માટે કેસ નોંધાયેલા છે. તેમાંથી એક સામે બળાત્કારનો કેસ પણ નોંધાયેલ છે. તે જ સમયે, 35 ઉમેદવારો વિરુદ્ધ અપ્રિય ભાષણ સંબંધિત કેસ નોંધાયેલા છે. એડીઆરએ પોતાના અહેવાલમાં કહ્યું છે કે, ચૂંટણીના પહેલાં તબક્કાના 1,618 ઉમેદવારમાંથી 450 એટલે કે 28 ટકા ઉમેદવારો કરોડપતિ છે. તેમની પાસે એક કરોડ કે તેથી વધુની સંપત્તિ છે. ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 4.51 કરોડ રૂપિયા છે. 10 ઉમેદવારે તેમની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે, જ્યારે ત્રણ પાસે 300થી 500 રૂપિયાની સંપત્તિ છે.
તમિલનાડુની થુથુકુડી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર કે. પોનરાજ 320 રૂપિયા સાથે સૌથી ગરીબ ઉમેદવાર છે.