ટૂંકા વસ્ત્રો પહેનાર દર્શનાર્થનીઓને શામળાજી વિષ્ણુ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો

શામળાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ

ટૂંકા વસ્ત્રો પહેરનાર દર્શનથી વંચીત ન રહે તે માટે ટ્રસ્ટે વૈકલ્પીક વ્યવસ્થા ઊભી કરી

ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથસિંહ રાવતના મહિલાઓ ફાટેલા જીન્સ પહેરવા પર નિવેદન કરી તેમના સંસ્કાર પર સવાલ ઉઠાવતા સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો છે.  મહિલાઓ સોશિયલ મીડિયા પર મંત્રીના નિવેદનનો વિરોધ નોંધવી રહ્યા છે ત્યારે  ગુજરાતના સુપ્રસિદ્ધ શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટૂંકા વસ્ત્રો પહેનાર દર્શનાર્થનીઓને શામળાજી વિષ્ણુ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અને મંદિર પરિસર અને મંદિર પ્રવેશદ્વાર આગળ બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. મંદિરના નિર્ણયથી અજાણ કોઈ શ્રદ્ધાળુ મહિલા કે પુરુષ દર્શનથી વંચીત ન રહે તે માટે ટ્રસ્ટ દ્વારા કપડાંની સુવિધા ઉભી કરવામાં આવી છે. શામળાજી મંદીર ટ્રસ્ટના નિર્ણય થી આગામી સમયમાં વિવાદ ઉભો થાય તો નવાઈ નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *