વિશ્ર્વ હિન્દુ પરિષદ (VHP) બજરંગ દળ બાપુનગર જિલ્લા માં 1100થી વધુ બજરંગીઓનો ત્રિશુલ દીક્ષા સમારોહ સફળતાપૂર્વક સંપન્ન

વિશ્ર્વ હિન્દુ પરિષદ (VHP) બજરંગ દળ બાપુનગર જિલ્લા માં 1100થી વધુ બજરંગીઓનો ત્રિશુલ દીક્ષા સમારોહ સફળતાપૂર્વક સંપન્ન

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) બાપુનગર જિલ્લા દ્વારા તારીખ: 22-1-2023 ને રવિવારના રોજ બાપુનગર મુકામે 1100 થી વધુ નવા બજરંગીઓને જોડી ભવ્યાતી ભવ્ય બજરંગદળ ત્રિશુલ દીક્ષા સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો.

સનાતન હિન્દુ ધર્મની રક્ષા, માઁ-દીકરીઓની રક્ષા, હિન્દુ નવયુવાનોમાં પૂર્વજોના શોર્ય ગુણોનું સિંચન કરવા અને હિન્દુ ધર્મ હિન્દુ રાષ્ટ્રની રક્ષા કરવા માટે કર્ણાવતી મહાનગરના પૂર્વ વિભાગમાં બાપુનગર જિલ્લામાં છેલ્લા 15 વર્ષ પછી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આ ભવ્યાતિ ભવ્ય બજરંગ દળ ત્રિશુલ દીક્ષા નો કાર્યક્રમ કરવામાં આવ્યો.

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અખિલ ભારતીય ધર્મપ્રસાર સહમંત્રી અને પૂર્ણકાલીન એવા શ્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી તથા શ્રી યોગેશદાસજી મહારાજ-કઠવાડા દ્વારા આક્રમક વક્તવ્ય આપ્યું હતું. જ્યારે શ્રી જવલિતભાઈ મહેતાએ 1100 થી વધુ બજરંગીઓને વિધિવત ત્રિશુલ દીક્ષા લેવડાવી હતી. કાર્યક્રમની શોભા વધારવા વિશ્વ હિન્દુ પરિષદના (VHP) અખિલ ભારતીય ધર્મ પ્રસાર સહમંત્રી અને પૂર્ણકાલીન શ્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી મહંત શ્રી યોગેશ દાસજી મહારાજ-કઠવાડા, ઉત્તર ગુજરાત પ્રાંત બજરંગ દળ સહયોજક શ્રી જલિતભાઈ મહેતા, ઉત્તર ગુજરાત પ્રાંત કોલેજીયન પ્રમુખ ડો. ઉજ્જવલભાઈ શેઠ, ઉત્તર ગુજરાત પ્રાંત વિશે સંપર્ક પ્રમુખશ્રી લક્ષ્મણદેવ ચુડાસમા, ઉત્તર ગુજરાત પ્રાંત પ્રચાર પ્રસાર પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ રાજપૂત, કર્ણાવતી મહાનગર અધ્યક્ષ શ્રી હસમુખભાઈ પટેલ, કર્ણાવતી પૂર્વ વિભાગના મંત્રી શ્રી અલ્પેશભાઈ પંચાલ, બાપુનગર જિલ્લા અધ્યક્ષ શ્રી બીપીનભાઈ પંચાલ, બાપુનગર જિલ્લા મંત્રી શ્રી રાજેશભાઈ ભાવસાર તથા બાપુનગર જિલ્લા બજરંગ દળ સંયોજક શ્રી મુકેશભાઈ સોની અને બાપુનગર જિલ્લાના તમામ આયામના તમામ પ્રખંડના જવાબદાર અધિકારીઓ તથા કાર્યકર્તાઓએ હાજરી આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન જિલ્લા મંત્રી શ્રી રાજેશભાઈ ભાવસાર તથા વિશેષ સંપર્ક પ્રમુખ શ્રી ધીમંતભાઈ શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં બાપુનગર જિલ્લા અધ્યક્ષ તથા મંત્રીના માર્ગદર્શન મુજબ જિલ્લાના અધિકારીઓ તથા પાંચ પ્રકારના તમામ જવાબદાર અધિકારીઓ તથા કાર્યકર્તાઓએ જહેમંત ઉઠાવી હતી તેમ બાપુનગર જિલ્લા મંત્રી શ્રી રાજેશભાઈ ભાવસારની યાદી જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *