VHP બજરંગ દળ બાપુનગર જિલ્લા દ્વારા કોંગ્રેસ પાર્ટી નો ઉગ્ર વિરોધ કરાયો

VHP બજરંગ દળ બાપુનગર જિલ્લા દ્વારા કોંગ્રેસ પાર્ટી નો ઉગ્ર વિરોધ કરાયો

કોંગ્રેસના કર્ણાટક ચૂંટણી ના ઘોષણા પત્રમાં બજરંગ દળ પર પ્રતિબંધની જાહેરાતથી નારાજ બજરંગ દળ દ્વારા ઠેર ઠેર કોંગ્રેસ નો વિરોધ કરાઈ રહ્યો છે .ત્યારે અમદાવાદ બાપુ નગર VHP બજરંગ દળ ના કાર્યકરો એ કોંગ્રેસ નો આક્રોશ સાથે વિરોધ કરી ફિટકાર વરસાવી હતી.

બજરંગ દળ દ્વારા કરાતા સેવાકિય રાષ્ટ્ર હિત ના કર્યો ની વાત કરતા VHP બજરંગ દળ ના કાર્યકરો એ કોંગ્રેસ પર પ્રહારો કરતાં કોંગ્રેસ પાર્ટી હાય હાય ના નારા સાથે કોંગ્રેસના પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

આ તકે VHP વિશ્વ હિન્દુ પરિષદ બપુનગર જિલ્લા અધ્યક્ષ બિપીનભાઈ પંચાલ, જિલ્લા મંત્રી રાજેશભાઈ ભાવસાર,જિલ્લા સહમંત્રી ધર્મેશભાઈ કારેલીયા,બજરંગદળ સહ સંયોજક સાગરભાઈ જાટિયા ,બજરંગદળ સહ સંયોજક બાબા ગોસ્વામી, વિશેષ સંપર્ક પ્રમુખ ધીમંતભાઈ શેઠ, દરેક પ્રખન્ડના અધ્યક્ષ તથા મંત્રી તથા બજરંગદળના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

બજરંગ દળે કોંગ્રેસને માનહાનિ બદલ કાનૂની નોટિસ મોકલી

કોંગ્રેસના ઘોષણા પત્રમાં બજરંગ દળ પર પ્રતિબંધની જાહેરાતથી નારાજ બજરંગ દળે કોંગ્રેસ સામે માનહાનિ બદલ એક અબજ દસ લાખ રૂપિયાની કાનૂની નોટિસ મોકલી છે. ચંદીગઢમાં VHP વિશ્વ હિન્દુ પરિષદના લીગલ સેલના કો-હેડ એડવોકેટ સાહિલ બંસલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આ નોટિસ મોકલવામાં આવી છે. જણાવી દઈએ કે લીગલ નોટિસમાં લખવામાં આવ્યું છે કે આ જાહેરાતથી બજરંગ બલીના કરોડો ભક્તોની ભાવનાઓનું અપમાન થયું છે. આ સાથે જ નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો 14 દિવસમાં એક અબજ રૂપિયાનું માનહાનિનું વળતર ચૂકવવામાં નહીં આવે તો આ કેસ કોર્ટમાં જશે જે પછી એક અબજ રૂપિયા ઉપરાંત અન્ય દસ લાખ રૂપિયાના મુકદ્દમા ખર્ચનો પણ દાવો કરવામાં આવશે.

કોંગ્રેસે કર્યું PFI અને બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું
જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટેના કોંગ્રેસે તેના ઘોષણા પત્રમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાની સ્થિતિમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને બજરંગ દળ જેવા સંગઠનો સામે કડક પગલાં લેવાનું વચન આપ્યું છે. ત્યાર બાદ ગત મંગળવારથી કોંગ્રેસ બજરંગ દળના નિશાના પર છે.

ભારતીય જનતા પાર્ટીએ BJP તેને બજરંગ બલી સાથે જોડીને કોંગ્રેસ પર હિન્દુત્વ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *