
VHP માંડવી દ્વારા જન્માષ્ટમી 2025 નિમિત્તે સમરસ હિન્દુ સમાજ મટકી ફોડ નું આયોજન કરાયું
VHP માંડવી દ્વારા જન્માષ્ટમી 2025 નિમિત્તે સમરસ હિન્દુ સમાજ મટકી ફોડ નું આયોજન કરાયું
દરિયાઈ શહેર માંડવી મધ્યે VHP વિશ્વ હિન્દુ પરિષદ માંડવી નગર દ્વારા સતત ૫ વર્ષ થી માંડવી લુહાર ચોક મધ્યે સમરસ હિન્દુ સમાજ મટકી ફોડ નું આયોજન થઈ રહ્યું છે.

આ મટકી ફોડ ઉત્સવ માં VHP વિશ્વ હિન્દુ પરિષદ નગર અધ્યક્ષ અજયભાઈ આસોડિયા , ઉપાધ્યક્ષ નિતિન ભાઈ જોશી , પશ્ચિમ કચ્છ જિલ્લા સહમંત્રી નિર્મલકુમાર આસોડિયા , જિલ્લા વિધિકોસ્તઠ જિગ૨ભાઈ બાપટ , લુહાર ચોક યુવક મંડળ માંડવી ના સક્રિય યુવાનો કમલભાઈ આસોડીયા , પિયુષભાઈ પંચાલ , અંકિતભાઈ ઉમ્રાનીયા , હિતેશભાઈ મકવાણા તથા લુહાર ચોક યુવક મંડળ ના સર્વે યુવાનો જોડાયા હતા.
VHP : સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રાસોત્સવ કરવા માં આવ્યો ત્યાર બાદ શ્રી ખારવા સમાજ ના હનુમાન ડેરી ના ગ્રુપ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ઉત્સાહ ભેર મટકી ફોડવા માં આવી હતી
VHP સમગ્ર માહોલ શ્રી કૃષ્ણ મય બન્યો હતો બહોળી સંખ્યામાં સનાતનિ હિન્દુ સમાજના બાળકો યુવાનો વડીલો મહિલાઓ સહિત આ કાર્યક્રમમાં જોડાયા હતા.