#VEERAPPAN : કુખ્યાત ચંદન તસ્કર અને ડાકુ વીરપ્પનની પુત્રી લડશે લોકસભા ચૂંટણી
#VEERAPPAN : લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. આ દરમિયાન વધુ એક નામ જાહેર થવા જઇ રહ્યું છે. તે નામ છે કુખ્યાત ચંદન દાણચોર અને ડાકુ વીરપ્પન ની પુત્રી નું વાસ્તવમાં વીરપ્પનની પુત્રી વિદા રાની લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. વિદ્યા રાનીએ શનિવારે કહ્યું કે તે તામિલનાડુના કૃષ્ણાગિરી મતવિસ્તારથી આગામી લોકસભા ચૂંટણી લડશે.થોડા દિવસ પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું.
#VEERAPPAN : વિદ્યા રાની શું કરે છે
વિદ્યા રાની વ્યવસાયે વકીલ છે. તે એક કાર્યકર પણ છે અને આદિવાસીઓ અને દલિતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. કુખ્યાત ડાકુ વીરપ્પન 2004માં તમિલનાડુ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સાથેના એન્કાઉન્ટર દરમિયાન માર્યો ગયો હતો. ભાજપમાં જોડાયા બાદ તેમને ભાજપ યુવા બ્રિગેડના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તાજેતરમાં જ તેણે અભિનેતા-દિગ્દર્શક સીમનની આગેવાની હેઠળના એનટીકેમાં જોડાવા માટે પાર્ટી છોડી દીધી હતી.
#VEERAPPAN : કોણ હતો વીરપ્પન?
કૂજા મુનિસ્વામી (VEERAPPAN) વીરપ્પન, જે વીરપ્પન તરીકે પ્રખ્યાત છે, તે માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં એક કુખ્યાત ચંદનનો દાણચોરી કરનાર હતો. વીરપ્પને માત્ર 10 વર્ષની ઉંમરે હાથીને મારી નાખ્યો હતો અને માત્ર 17 વર્ષની ઉંમરે તેની પ્રથમ હત્યા કરી હતી. ઘણા દાયકાઓ સુધી વીરપ્પનને પકડવામાં કે મારી શકાયો ન હતો. જ્યારે કર્ણાટક, તમિલનાડુ અને કેરળની ત્રણ સરકાર તેની પાછળ હતી.
વીરપ્પનના (VEERAPPAN) આતંકને ખતમ કરવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. વર્ષ 2004માં વીરપ્પન અને તેના કેટલાક સહયોગીઓ ઓપરેશન કોકૂન નામના ઓપરેશનમાં માર્યા ગયા હતા. વીરપ્પને પોતાના જીવનમાં 184 લોકોની હત્યા કરી હતી. જેમાં મોટાભાગના વન વિભાગ અને પોલીસ કર્મચારીઓ હતા. અત્યાર સુધીમાં વીરપ્પન પર 6 ફિલ્મો બની છે.