VASUKI : કચ્છ કુદરતની અનેક અજાયબીઓને ધરબીને બેઠેલો અનોખો પ્રદેશ છે.હવે એક સંશોધનમાં એવો ખુલાસો થયો છે કે કચ્છમાં 11થી 15 મીટરની લંબાઈ ધરાવતા મહાકાય સાપ લાખો વર્ષ પહેલા વિચરતા હતા. દેબાજિત દત્તા અને સુનિલ બાજપાઈએ પાનધ્રો લિગ્નાઈટ ખાણ પાસે કરેલા સંશોધન દરમ્યાન મળેલા નમૂના આશરે 47 મિલિયન વર્ષ પહેલાના વિશાળ સાપના છે.
VASUKI : સંશોધકોએ આ નવી શોધાયેલ સાપની પ્રજાતિનું નામ `વાસુકી ઇન્ડિક્સ’ રાખ્યું છે.
VASUKI : ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી રૂરકીના સંશોધન મુજબ ગુજરાતમાં કચ્છમાંથી મળી આવેલા અવશેષો અત્યાર સુધીના સૌથી મોયા નાગની કરોડરજ્જુના હોઇ શકે છે. સંશોધકોએ મોટાભાગે સારી રીતે સચવાયેલા હાડકાં શોધી કાઢ્યા હરતા, જેમાં કહેટલાક જોડાણો હજુ પણ અકબંધ છે. તેઓએ કહ્યું કે કરોડરજ્જુ સંપૂર્ણ પુખ્ત પ્રાણીમાંથી હોવાનું જણાય છે. હવે લુપ્ત થઇ ગયેલા મેડરસોઇટ પ્રજાતિ એક ભાગ એવા આ સાપ આશરે 11થી 15 મીટર લાંબો હોવાનો અંદાજ છે. આ પ્રજાતિ આફ્રિકા, યુરોપ અને ભારત સહિતના સ્થળોએ રહેતા હોવાનું જાણીતું છે. સંશોધકોએ જણાવ્યું હતું કે, સાપ ભારતમાં ઉદ્ભવતા `વશિષ્ટ વંશ’નું પ્રતિનિધિત્વ કરે છે. જે પછી લગભગ 56થી 34 મિલિયન વર્ષો પહેલાં ઇઓસીન દરમિયાન દક્ષિણ યુરોપથી આફ્રિકામાં ફેલાયો હતો. આધુનિક સસ્તન પ્રાણીઓના પ્રથમ પૂર્વજો અને નજીકના સંબંધીઓ ઇઓસીન સમયગાળામાં દેખાયા હોવાનું કહેવાય છે. સંશોધકોએ આ નવી શોધાયેલ સાપની પ્રજાતિનું નામ `વાસુકી( VASUKI) ઇન્ડિક્સ’ રાખ્યું છે. હિન્દુ દેવતા શિવના ગળામાં આવેલા પૌરાણિક સાપ પરથી રાખ્યું?છે. તેમના તારણો સાયન્ટીફીક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયા છે.